કાર્યવાહી@પાટણ: SOGની ટીમે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા 3 ડોકટરોનો કર્યો પર્દાફાશ

બાતમીના આધારે ત્રણ બોગસિયા ડોક્ટર ઝડપાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાટણ જિલ્લામાં 3 બોગસ ડોક્ટરની SOGએ ધરપકડ કરી છે. પાટણ જિલ્લાના સમી તાલુકાના માંડવી ગામેથી એક બોગસીયો અને શંખેશ્વર માંથી બે બોગસિયા ડોક્ટર મળીને 3 લોકોને જેલ હવાલે કર્યા. રાજ્યમાંથી વધુ નકલી તબીબ ઝડપાયાનો સિલસિલો યથાવત છે. તેવામાં પાટણ જિલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી તબીબો સામે પોલીસ સતર્ક બની છે.પાટણની SOGની ટીમે પાટણ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા જોલાછાપ ડોકટરોનો પર્દાફાશ કર્યો છે.
પાટણ જિલ્લામાંથી વધુ ત્રણ જોલા છાપ ઊંટવૈદ્ય ઝડપાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. સમી તાલુકાના માંડવી ગામેથી એક બોગસીયો અને શંખેશ્વરમાંથી બે બોગસિયા ડોક્ટર મળીને ત્રણ લોકોને SOGએ જેલ હવાલે કર્યા છે.સમીના માંડવી ગામનો બોગસ તબીબ નરેશ ઠાકોર તેમજ શંખેશ્વરના ખોડિયાર નગરમાં અશોક ભરવાડ અને શંખેશ્વરના કુંવર ગામેથી પ્રકાશ રાવળને કોઈપણ જાતની ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા રંગે હાથ ઝડપ્યા છે. SOGએ ત્રણેય બોગસ ડોકટરો પાસેથી 43000નો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.