કાર્યવાહી@રાજકોટ: ધરમનગરના ક્વાર્ટર પાસે કચરામાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળતા ચકચાર

 
પોલિશ કાર્યવાહી

કચરામાં નવજાતનો મૃતદેહ જોતા જ પોલીસને જાણ કરવામાં આવી હતી.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર નાણાંવટી ચોક નજીક ધરમનગરના ક્વાર્ટર પાસે કચરામાંથી નવજાત બાળકીની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. મંગળવારે સવારે જ્યારે ત્યાં રહેતા વાસીઓ ક્વાર્ટર પાસે હતા ત્યારે કોઈએ કચરામાં નવજાતનો મૃતદેહ જોતા જ પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમજ આ બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસના PI રાઠોડની રાહબરીમાં સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો.

ત્યારબાદ ત્યાંથી એમ્બ્યુલન્સ મારફતે નવજાત બાળકીના દેહને સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.પોલીસના સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, "બાળાનો જન્મ ચારેક દિવસ પહેલા જ થયો હશે. કોઈ સ્ત્રીએ આ નવજાત બાળકીને તરછોડી દેતા તેમનું મોત નીપજ્યું છે. આ બાબતે યુનિવર્સિટી પોલીસે અજાણી જનેતા વિરુદ્ધ ગુન્હો નોંધવા તપાસ હાથ ધરી છે.