કાર્યવાહી@સાપુતારા: ગેરકાયદેસર હથિયાર સાથે પાંચ ઝડપાયા, 10.50 લાખનો મુદ્દામાલ જપ્ત

 
સાપુતારા

વાહન ચેકિંગ દરમ્યાન એરગન સાથે પાંચ લોકોને ઝડપી પડાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભાની ચુંટણી ને લઈને સરહદી વિસ્તારોમાં આવતા જતાં વાહનોનું ચેકિંગ હાથ ધરાતા ગુજરાત મહારાષ્ટ્રને અડીને આવેલા ડાંગ જિલ્લા માંથી વાહન ચેકિંગ દરમ્યાન એરગન સાથે પાંચ લોકોને ઝડપી પડાયા છે.હથિયાર બંધી બાદ પણ ગેરકાયદેસર રીતે હથિયાર લઈને ફરતા લોકો માટે આંખ ખોલનારો કિસ્સો સામે આવ્યો છે.

લોકસભાની ચૂંટણીને લઈને ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ દ્વારા. સરહદીય વિસ્તારમાં આવેલ તમામ ચેકપોસ્ટ સીલ કરી બાજ નજર રાખવામાં આવી રહી છે. જ્યાં સાપુતારા ચેકપોસ્ટ પર સાયબર ક્રાઈમ સેલનાં પી.એસ.આઈ એલ.એમ ચૌધરીએ સુપરવિઝન હાથ ધરી વાહન ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. તે સમયે પોલીસ ચેકપોસ્ટ પાસે પોલીસની વાહન ચેકિંગ દરમિયાન મહારાષ્ટ્ર તરફથી સફેદ કલરની ઇનોવા ક્રિષ્ટા ગાડી આવતા પોલીસે સાઈડમાં ઉભી રાખી તપાસ કરતા ગાડી માંથી એરગન તથા એરગનના ગોળ આકારના છરા નંગ 34 મળી આવ્યા હતા.

ઇનોવા ગાડીમાં મળી આવેલ એરગનને લઈને પોલીસ સ્ટાફનાં માણસોએ કારમાં સવાર ઇસમોને પૂછતા પાંચેય દ્વારા કોઈપણ પ્રકારનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહોતો.જે બાદ પોલીસે કારમાં સવાર મહારાષ્ટ્ર ના રહેવાસી ભૂષણ બાજીરાવ શિંદે, સાગર કારભારી ધવંગે. રામદાસ રાજારામ સાયકર, ભરત નવનાથ શિંદે, અને રૂપેશ અશોક પવારની અટકાયત કરી હતી. તેમજ એરગન જેની કિંમત રૂપિયા 49,900/- તથા કાર જેની કિંમત રૂપિયા 10 લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા 10,49,900/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.સાપુતારા પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.