આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ખેરાલુ (મનોજ ઠાકોર)

કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે સતલાસણામાં મીઠાઇની દુકાનોમાંથી અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. સતલાસણા ગ્રામ પંચાયત દ્રારા કાર્યવાહીના ભાગરૂપે લોકડાઉનમાં બંધ મીઠાઇની દુકાનોના માલિકોને બોલાવ્યા હતા. આ દરમ્યાન છેલ્લા કેટલાય દિવસોથી લોકડાઉનને કારણે બંધ રહેલી મીઠાઇની દુકાનોમાં પડી રહેલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના સતલાસણા ખાતે આજે પંચાયત દ્રારા સરાહનિય કામગીરી કરવામાં આવી છે. સતલાસણા ગ્રામપંચાયત કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરેલ હોઈ છેલ્લા 35 દિવસથી બંધ મીઠાઈ ફરસાણની તથા ઠંડાપીણાની ફેકટરીમાંથી 350 કિલો જેટલા અખાદ્ય જથ્થાનો નાશ કરાયો હતો.

કોરોના વાયરસની પરિસ્થિતિમાં સતત લોકડાઉનમાં બધી જ દુકાનો બંધ હોઈ મીઠાઈ ફરસાણની દુકાનોમાં પડેલો વાસી જથ્થો કોઈ પશુ કે કૂતરાઓ ખાઈ જાય તો તેમને ફૂડ પોઇઝનિંગ થઈ જાય તેમ હતુ. આ માટે સતલાસણા સરપંચ, તલાટી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ સંયુક્ત રીતે મીઠાઈ ફરસાણની દુકાનોના માલિકોને બોલાવી તેમને સૂચના આપી હતી. જોકે દુકાનમાલિકોએ આ અખાદ્ય જથ્થો જાતે જ નાશ કરવાની ઈચ્છા બતાવી હતી અને તેમને જાતે જ આ અખાદ્ય જથ્થો નાશ કર્યો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code