કાર્યવાહી@વડોદરા: ભીખ માંગી રહેલો એક શંકાસ્પદ બાંગ્લાદેશી વડસર બ્રિજ નજીકથી ઝડપાયો

 
બાંગ્લાદેશી

તપાસ કરતાં તેની પાસેથી ભાજપના સભ્ય પદનું આઇ-કાર્ડ મળી આવ્યું હતું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

શહેરના વડસર બ્રીજ પાસે ભીખ માંગી રહેલા એક ફકીરને સોમવારે બપોરે બજરંગદળના કેટલાક યુવાનોએ પકડી પાડ્યો હતો. તેની ચકાસણી કરતાં તેની પાસેથી ભાજપનો સભ્ય હોવાનું ઓળખ પત્ર મળી આવ્યું હતું. જે નકલી હોવાનું જણાઇ આવતાં તેને પકડીને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.

હિન્દુ નામ ધારણ કરેલા આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ પણ તેની પાસેથી મળી આવતાં યુવાનોએ આ વ્યક્તિ બાંગ્લાદેશી હોવાની શંકાના આધારે પોલીસના હવાલે કર્યો હતો.વડસર બ્રીજ પાસે આવેલ કોટક મહેન્દ્ર બેન્ક પાસે સોમવારે બપોરે ભીખ માંગી રહેલા એક ફકીરની શંકાસ્પદ હીલચાલના આધારે બજરંગ દળના કેટલાક યુવાનોએ ઉભો રાખીને તેની પૂછપરછ કરી હતી. આ ફરી તે હીન્દુ હોવાનું જણાવ્યું હતું. તેની વધુ પૂછપરછ કરતાં તાજેતરમાં રમજાન મહિનો હોવાથી ફકીરનો વેશ ધારણ કરીને ભીખ માંગવા નિકળ્યો હોવાનું જણાવ્યું હતું.હિન્દુ દેવી-દેવતાઓના નામથી તદ્દન વિપરિત હોવાનું યુવાનોને જાણવા મળ્યું હતું.

તેની તપાસ કરતાં તેની પાસેથી ભાજપના સભ્ય પદનું આઇ-કાર્ડ મળી આવ્યું હતું. ઉપરાંત આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ પણ મળી આવ્યું હતું. ભાજપનું આઈ-કાર્ડ નકલી હોવાનું જણાઇ આવતાં યુવાનોને આ ફકીર પર વધુ શંકા ઉઠી હતી. આખરે તેને પકડીને માંજલપૂર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. સ્થાનીક યુવાનોને આ વ્યક્તિ બાંગ્લાદેશી હોવાની શંકા ઉઠી હતી. પોલીસે તેની પાસેના દસ્તાવેજોની ખરાઇ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી.