કાર્યવાહી@વડોદરા: ચૂંટણી પૂર્વે LCB એ ટેન્કરમાંથી લાખોની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો

 
ટેન્કર
પોલીસે આ મામલે ગુનો નોંધી દારૂનો જથ્થો મોકલનાર તેમજ મંગાવનારની શોધખોળ હાથ ધરી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ કરવાનો બુટલેગરના ઇરાદા પર પાણી ફેરવતી વડોદરા ગ્રામ્ય એલ.સી.બીએ વિપુલ માત્રમાં ટેન્કરમાં ભરેલો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે.તેવામાં વડોદરા ગ્રામ્ય એલ.સી.બીની ટીમને બાતમી મળી હતી કે, એક ભારતગેસ લખેલા એક ટેન્કરમાં વાપીથી દારૂનો જથ્થો ભરી વડોદરા થઇ અમદાવાદ લઇ જવામાં આવી રહ્યો છે.

જેથી બાતમીના આધારે પોલીસે વડોદારા - અમદાવાદ એકપ્રેસ હાઇવે નજીક આવેલા આજોડ ગામની હદમાં આવતા ટોલનાકા પાસે મોડી રાત્રે વોચ ગોઠવી હતીઆ દરમિયાન બાતમી વાળી ટેન્ક એક્સપ્રેસ હાઇવેના ટોલનાકા પાસે પહોંચતા ગ્રામ્ય એલ.સી.બીની ટીમે કોર્ડન કરી ટેન્કર ચાલકની પુછતાછ હાથ ધરી હતી. જેમાં ટેન્કર ચાલકે પોતે રાજસ્થાનના બાડમેર જિલ્લાનો રહેવાસી અને તેનુ નામ ખીયારામ મંગારામ જાટ હોવાનુ જણાવ્યું હતુ. જેથી પોલીસે તેને સાથી રાખી ટેન્કરમાં તપાસ હાથ ધતા વિપુલ માત્રમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ ભરેલો પેટીઓ મળી આવી હતી.

પોલીસે ટેન્કરમાંથી જપ્ત કરેલી દારૂની પેટીઓ ગણતરી કરતા કુલ 958 પેટીઓમાં રૂ. 45,98,400ની કિંમતની કુલ 29,856 નંગ દારૂની બોટલો મળી ટેન્કર સહીત કુલ રૂ. 61,03,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ મામલે ટેન્કરના ડ્રાઇવર ખીયારામની પુછતાછ હાથ ધરતા તેણે જણાવ્યું હતુ કે, ગાંધીધામ ખાતે ડ્રાઇવીંગ કરતો હતો ત્યારે ગણપતભાઇ નામનો ઇસમ ડ્રાઇવીંહ કરતો હયો તેની સાથે ઓળખાણ થઇ હતી. જેથી પોલીસે આ મામલે ગુનો નોંધી દારૂનો જથ્થો મોકલનાર તેમજ મંગાવનારની શોધખોળ હાથ ધરી છે.