મહેસાણાઃઈનોવાની જીવલેણ ટક્કરે એક્ટીવા ચાલકનું મોત
અટલ સમાચાર, મહેસાણા મહેસાણા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર ઈશ્વરજી હવજીજી ઠાકોરના પુત્ર મહેસાણા બાયપાસ હાઈવે રોડ પર જઈ રહ્યો હતો. રાજવંશી ફાર્મ સામેથી પસાર થતો હોઈ એક ઈનોવા ગાડીનો ચાલક પોતાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવી રહેલ હતો. આ દરમિયાન ફરિયાદીનો પુત્ર એક્ટીવા પર જઈ રહ્યો હતો જેને પાછળથી જીવલેણ ટક્કર
Mar 8, 2019, 14:02 IST

અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર ઈશ્વરજી હવજીજી ઠાકોરના પુત્ર મહેસાણા બાયપાસ હાઈવે રોડ પર જઈ રહ્યો હતો. રાજવંશી ફાર્મ સામેથી પસાર થતો હોઈ એક ઈનોવા ગાડીનો ચાલક પોતાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવી રહેલ હતો.
આ દરમિયાન ફરિયાદીનો પુત્ર એક્ટીવા પર જઈ રહ્યો હતો જેને પાછળથી જીવલેણ ટક્કર મારી હતી. જેથી ઈજાગ્રસ્તને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. આ અંગેની ફરિયાદ મૃતકના પિતાએ નોંધાવતા પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.