અદાણીએ ગેસના ભાવમાં વધારો કરતા વપરાશકારોને મંદીમાં પડયા ઉપર પાટુ

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાત રાજયમાં તબકકાવાર ગાડી ચલાવવું અને રાંધવું મોંઘુ બની રહયું છે. અદાણી ગેસ લિમિટેડે બે મહાનગરોમાં CNG અને PNGના ભાવમાં 2 ટકાનો વધારો કર્યો છે. અદાણીએ સીએનજીમાં પ્રતિ કિલોગ્રામ 1 રૂપિયો અને પીએનજીમાં 13.20 રૂપિયા પ્રતિ mmBtu નો વધારો કર્યો છે. અમદાવાદ અને વડોદરામાં હવે એક કિલોગ્રામ સીએનજીનો ભાવ 54 રૂપિયાથી વધીને 55
 
અદાણીએ ગેસના ભાવમાં વધારો કરતા વપરાશકારોને મંદીમાં પડયા ઉપર પાટુ

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાત રાજયમાં તબકકાવાર ગાડી ચલાવવું અને રાંધવું મોંઘુ બની રહયું છે. અદાણી ગેસ લિમિટેડે બે મહાનગરોમાં CNG અને PNGના ભાવમાં 2 ટકાનો વધારો કર્યો છે. અદાણીએ સીએનજીમાં પ્રતિ કિલોગ્રામ 1 રૂપિયો અને પીએનજીમાં 13.20 રૂપિયા પ્રતિ mmBtu નો વધારો કર્યો છે.
અમદાવાદ અને વડોદરામાં હવે એક કિલોગ્રામ સીએનજીનો ભાવ 54 રૂપિયાથી વધીને 55 રૂપિયા થઇ ગયો છે. તો બીજી તરફ પીએનજીના ભાવ પ્રતિ એમએમબીટીયૂ 669.30 થી વધીને 682.50 રૂપિયા થઇ ગયો છે. સીએનજીના ભાવ વધારાથી વાહન ચાલકો પર બોજો પડશે. જયારે પીએનજી મોંઘો થતાં મહિલાઓને રસોડાનું બજેટ બગડે તેમ છે. ઉલ્લેખનિય છે કે અદાણી ગેસ ગુજરાતમાં 2.85 લાખ ઘરોમાં રસોઇ ગેસ પુરો પાડે છે. આ સાથે CNGના ભાવવધારાથી 1.50 ગ્રાહકો ઉપર તેની અસર થઇ શકે છે.