અદાણી પોર્ટ્સ: નફો ઘટ્યો, આવક 5% વધી, અદાણી પાવરને 1181 કરોડની ખોટ

અદાણી ગુજરાત અને દેશની જાણીતી કંપની છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં અદાણી પાવરને 1181 કરોડ રૂપિયાની ખોટ થઇ છે. 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં અદાણી પાવરને 1303.5 કરોડની ખોટ થઇ હતી. જોકે નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં અદાણી પાવરની આવક 31.7 ટકા વધીને 6380.3 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. 2018 ના ત્રીજા
 
અદાણી પોર્ટ્સ: નફો ઘટ્યો, આવક 5% વધી, અદાણી પાવરને 1181 કરોડની ખોટ

અદાણી ગુજરાત અને દેશની જાણીતી કંપની છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં અદાણી પાવરને 1181 કરોડ રૂપિયાની ખોટ થઇ છે. 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં અદાણી પાવરને 1303.5 કરોડની ખોટ થઇ હતી. જોકે નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં અદાણી પાવરની આવક 31.7 ટકા વધીને 6380.3 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં અદાણી પાવરની આવક 4845 કરોડ રૂપિયા હતી. જો કેવર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં અદાણી પાવરના એબિટડા 704 કરોડ રૂપિયાથી વધીને 1086 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં અદાણી પાવરના એબિટડા માર્જિન 14.5 ટકાથી વધીને 17 ટકા રહ્યા છે.

અદાણી પોર્ટ્સ: નફો ઘટ્યો, આવક 5% વધી
નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં અદાણી પોર્ટ્સનો નફો 42 ટકા ઘટીને 1410 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં અદાણી પોર્ટ્સનો નફો 994 કરોડ રૂપિયા રહ્યો હતો.નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં અદાણી પોર્ટ્સની આવક 5 ટકા વધીને 2824 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં અદાણી પોર્ટ્સની આવક 2689 કરોડ રૂપિયા રહી હતી.વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં અદાણી પોર્ટ્સના એબિટડા 1967 કરોડ રૂપિયાથી વધીને 2211 કરોડ રૂપિયા રહ્યા છે.