આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,અમદાવાદ

વીજગ્રાહકો પર રૂ. 1 હજાર 700 કરોડનો બોજ વધી શકે તેવું જાણકારોનું માનવુ 

 

હવે ફરી એક વાર વીજ કંપનીઓના ભાવમાં વધારો થયો છે. અદાણી, તાતા, એસ્સાર કંપનીના વીજદરમાં 40 પૈસાનો વધારો કર્યો છે. ત્રણેય વીજ કંપનીઓના ભાવમાં સરકારે 40 પૈસાનો વધારો કરતા હવે વીજ ગ્રાહકો પર બોજ વધશે.
ભાવ વધારા બાદ વીજગ્રાહકો પર રૂ. 1 હજાર 700 કરોડનો બોજ વધશે. GUVNLના 1.40 કરોડ વીજગ્રાહકો પર આ બોજ ઝીંકાયો છે.
ઉલ્લેખનીય છે કે, અદાણી, તાતા, એસ્સાર કંપનીના વીજદરમાં 40 પૈસાનો વધારો કર્યો છે. આ ભાવ વધારાને કારણે તેનો સીધો બોજ ગુજરાતની જનતા પર પડશે.તાજેતરમાં કરવામાં આવેલ ભાવ વધારાને કારણે વધારા વીજગ્રાહકો પર રૂ. 1 હજાર 700 કરોડનો બોજ વધશે તેવું અનુમાન લગાવવામાં આવેલ છે.
આપને જણાવી દઇએ કે, વિદેશથી આયાત થતા કોલસાની કિંમતમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાની કિંમતમાં ભારે ઘટાડો થતા ઈન્ડોનેશિયા સામે પણ આ મુશ્કેલી વધી. જેના પગલે ઈન્ડોનેશિયાએ નિકાસ થતા કોલસાની કિંમતમાં વધારો કર્યો છે.આ સમસ્યા સામે લડવા માટે રાજ્ય સરકાર પણ સામાન્ય જનતા પર વીજદર મોંઘુ કરવાની તૈયારી કરી રહી છે. મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન અને હરિયાણા જેવા રાજ્યોમાં પણ વીજબીલમાં વધારો કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code