આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,અમદાવાદ

આધાર કાર્ડ લાવવા માટે મજબુર કરનાર સામે કાર્યવાહી કરાશે : ૧ કરોડનો દંડ અથવા  10 વર્ષની સજા

 

હવે તમારે બેંક એકાઉન્ટ ખોલાવવા અથવા પછી સિમ કાર્ડ લેવા માટે આધાર કાર્ડ આપવું જરૂરી નથી પરંતુ તમારી ઇચ્છા પર નિર્ભર હશે. ઓળખ અને એડ્રેસના પુરાવા તરીકે આધાર કાર્ડ માટે દબાણ બનાવવા પર બેંક અને ટેલિકોમ કંપનીઓને એક કરોડ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.

એટલું જ નહી આમ કરનાર કંપનીઓના કર્મચારીઓને 3 થી 10 વર્ષની સજા પણ થઇ શકે છે. આ પ્રકારે હવે તમે સિમ કાર્ડ લેવા અથવા પછી બેંકમાં ખાતુ ખોલાવવા માટે આધાર કાર્ડના બદલે પાસપોર્ટ, રેશનકાર્ડ અથવા અન્ય કોઇ માન્ય દસ્તાવેજ હકથી ઉપયોગ કરી શકો છો. કોઇપણ સંસ્થા આધાર કાર્ડને ઉપયોગ કરવા માટે તમે દબાણ ન કરી શકો.

સરકારના પ્રિવેંશન ઓફ મની લોડ્રિંગ એક્ટ અને ભારતીય ટેલિગ્રાફ એક્ટમાં ફેરફાર કરી આ નિયમને સામેલ કરવામાં આવ્યો છે. સોમવારે કેંદ્રિય કેબિનેટે આ સુધારાને મંજૂરી આપી દીધી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશને ધ્યાનમાં રાખતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટોચની અદાલતે કહ્યું કે યૂનિક આઇડીને ફક્ત વેલફેર સ્કીમઓ માટે ઉપયોગ કરી શકાય છે.

30 Sep 2020, 5:49 AM (GMT)

COVID-19 Global Stats

33,844,343 Total Cases
1,012,665 Death Cases
25,148,403 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code