Banshkantha Danta Photo
Banshkantha Danta Photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

સરકારના સાવ નાના ખાતામાં પણ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થાય છે ત્યારે સરકારના મંત્રીઓ ભ્રષ્ટાચાર મુક્ત સરકાર હોવાની વાત કરે છે. રસ્તા બનાવવામાં ભ્રષ્ટાચાર, કેનાલમાં ભરષ્ટાચાર પણ હદ તો ત્યારે થાય છે કે, શાળામાં આદિવાસી બાળકોને આપવામાં આવતા ભોજનમાં પણ ભ્રષ્ટાચાર થાય છે.

બાળકોના ભોજનની ગુણવત્તા સાથે ગડબડ કરવાની સાથે ટેન્ડર અનુસાર આહાર આપવામાં આવતો નથી. બનાસકાંઠાના દાંતા અને અમરગઢમાં ચાલતી મોર્ડન સ્કૂલોમાં આદિવાસી બાળકોના શિક્ષણના નામે મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે.

આ શાળાઓમાં ભણતા આદિવાસી બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે રોજનું અલગ મેનુ બનાવવામાં આવ્યું છે પરંતુ આ બાળકોને મેનુ અનુસાર ભોજન આપવામાં આવતું નથી.

ભ્રષ્ટાચારીઓ બાળકોના ભોજનમાંથી પણ કટકી કરે છે. સરકાર દ્વારા આદિવાસી સમાજને ઉપર લાવવા માટે પ્રયાસો કરાતા હોવાનો દાવો કરવામાં આવે છે છતાં વહીવટી તંત્રની બેદરકારીના કારણે આદિવાસીઓ માટે ચાલતી યોજનાના નામે મોટા મોટા ભ્રષ્ટાચાર થાય છે, જેના કારણે આદિવાસી બાળકોનો વિકાસ નથી થયો.

23 Oct 2020, 10:38 AM (GMT)

COVID-19 Global Stats

42,068,153 Total Cases
1,143,807 Death Cases
31,216,276 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code