વહીવટ@અરવલ્લી: એકસાથે 12 પોલીસ કોન્સ્ટેબલોની બદલી, કહીં ખુશી-કહીં ગમ

અટલ સમાચાર, મોડાસા કોરોના મહામારી વચ્ચે અરવલ્લી જીલ્લામાં ફરજ બજાવતાં 12 પોલીસ કોન્સ્ટેબલોની આંતરિક બદલી કરવામાં આવી છે. જીલ્લા પોલીસ વડા દ્રારા જાહેરહિતમાં આજે તાત્કાલિક અસરથી કોન્સ્ટેબલોની બદલી કરી દેવાઇ છે. જોકે અચાનક થયેલી બદલીને કારણે કહીં ખુશી-કહીં ગમ જેવો માહોલ સર્જાયો છે. જેમાં બદલી કરાયેલા પોલીસ કોન્સ્ટેબલોને આજે જ છુટા કરી ફરજ પરની જગ્યાએ
 
વહીવટ@અરવલ્લી: એકસાથે 12 પોલીસ કોન્સ્ટેબલોની બદલી, કહીં ખુશી-કહીં ગમ

અટલ સમાચાર, મોડાસા

કોરોના મહામારી વચ્ચે અરવલ્લી જીલ્લામાં ફરજ બજાવતાં 12 પોલીસ કોન્સ્ટેબલોની આંતરિક બદલી કરવામાં આવી છે. જીલ્લા પોલીસ વડા દ્રારા જાહેરહિતમાં આજે તાત્કાલિક અસરથી કોન્સ્ટેબલોની બદલી કરી દેવાઇ છે. જોકે અચાનક થયેલી બદલીને કારણે કહીં ખુશી-કહીં ગમ જેવો માહોલ સર્જાયો છે. જેમાં બદલી કરાયેલા પોલીસ કોન્સ્ટેબલોને આજે જ છુટા કરી ફરજ પરની જગ્યાએ હાજર થવા હુકમ કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લામાં 12 પોલીસ કોન્સ્ટેબલોની આંતરિક બદલી કરવામાં આવી છે. કોરોના મહામારી વચ્ચે અરવલ્લી જીલ્લામાં સતત કાર્યશીલ રહેતા પોલીસ ખાતામાં કોન્સ્ટેબલોની બદલીના ઓર્ડરો થયા છે. પોલીસવડા મયુર પાટીલે જીલ્લામાં ફરજ બજાવતા 12 પોલીસ કોન્સ્ટેબલોની જાહેરહિતમાં તાત્કાલિક બદલી કરી છે. આ સાથે કોન્સ્ટેબલોને આજે જ ફરજ પરની જગ્યાએ હાજર થવા હુકમ કર્યો છે.