વહીવટ@મહેસાણા: કલેક્ટરનો હવાલો DDO દક્ષિણીને મળતાં પંચાયત આલમમાં ખુશીની લહેર

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોના કહેર વચ્ચે મહેસાણા કલેક્ટર એચ.કે.પટેલની બઢતી સાથે બદલી થતાં તેમનો ચાર્જ DDOને સોંપવામાં આવ્યો છે. મહેસાણા જીલ્લા વિકાસ અધિકારીએ પોતાની કામગીરી દરમ્યાન લોકચાહના મેળવી હોઇ કલેક્ટરની જવાબદારી મળતાં પંચાયત આલમમાં ખુશીની લહેર આવી છે. પંચાયતના અને મહેસુલના કામોની જવાબદારી એક જ અધિકારીને શીરે આવતાં સરળતાં વધવાની આશા જાગી છે.
 
વહીવટ@મહેસાણા: કલેક્ટરનો હવાલો DDO દક્ષિણીને મળતાં પંચાયત આલમમાં ખુશીની લહેર

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોના કહેર વચ્ચે મહેસાણા કલેક્ટર એચ.કે.પટેલની બઢતી સાથે બદલી થતાં તેમનો ચાર્જ DDOને સોંપવામાં આવ્યો છે. મહેસાણા જીલ્લા વિકાસ અધિકારીએ પોતાની કામગીરી દરમ્યાન લોકચાહના મેળવી હોઇ કલેક્ટરની જવાબદારી મળતાં પંચાયત આલમમાં ખુશીની લહેર આવી છે. પંચાયતના અને મહેસુલના કામોની જવાબદારી એક જ અધિકારીને શીરે આવતાં સરળતાં વધવાની આશા જાગી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વહીવટ@મહેસાણા: કલેક્ટરનો હવાલો DDO દક્ષિણીને મળતાં પંચાયત આલમમાં ખુશીની લહેર

મહેસાણા જીલ્લા કલેક્ટર એચ.કે.પટેલની બુધવારે બઢતી સાથે ગુજરાત નાગરીક પુરવઠા નિગમના એમડી તરીકે બદલી થઇ છે. આ તરફ તેમની જગ્યાએ નવિન કલેક્ટરની નિમણુંક થવાની બાબતે મહેસાણા જીલ્લામાં ચર્ચા જામી હતી. જોકે સામાન્ય વહીવટ વિભાગે મહેસાણા જીલ્લા વિકાસ અધિકારી મનોજ દક્ષિણીને જ કલેક્ટરની જવાબદારી સોંપી દીધી છે. જેનાથી મહેસાણા જીલ્લા પંચાયત અને 10 તાલુકા પંચાયતના ભૂતપુર્વ અને હાલના પદાધિકારીઓમાં ઉત્સાહ વધ્યો હોવાનું સામે આવ્યુ છે. પંચાયતના પદાધિકારીઓને મહેસુલી લગત વિકાસના કામો માટે સરળતાંનો અવકાશ વધતાં નવિન આશા ઉદય થયો છે.