આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા કલેક્ટર કચેરીનો કોરોના મહામારીને લઈ ચોંકાવનારો વહીવટ સામે આવ્યો છે. પરપ્રાંતિય મજૂરોને વતન જવા ઓનલાઇન અરજી કરવાનો આદેશ છે. જેનાથી ખેરાલુ, કડી અને ઊંઝા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દોડધામ મચી ગઇ છે. આવી સ્થિતિમાં અનેક પરપ્રાંતિય મહેસાણા કલેક્ટર કચેરી દોડી આવ્યા હતા. અભણ અને ગરીબ વર્ગના ઓનલાઇન અરજી કરવા ગોથે ચડ્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આજે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે પરપ્રાંતિય મજૂરો પરવાનગી લેવા દોડી આવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા ઓનલાઈન અરજીની વ્યવસ્થા સામે મજૂરો પરેશાન થયા છે. અભણ, ગરીબ, ટેકનિકલ જ્ઞાન અને ડોક્યુમેન્ટનાં અભાવ કંટાળ્યા છે. ખેરાલુ પંથકમાં ઉત્તર પ્રદેશના યાદવ મજૂરો સહિતના અનેક પરપ્રાંતિય મહેસાણા દોડી આવ્યા હતા. આ દરમ્યાન અફરાતફરી સર્જાય તે પહેલાં પોલીસ ટીમ પહોંચી ગઈ હતી. આ પછી ફુડ પેકેટ સહિતનું આપી શાંત કર્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગરીબ અને મજૂર વર્ગના પરપ્રાંતિય કેવી રીતે ઓનલાઇન અરજી કરી શકે ? આ સવાલ મહેસાણા કલેક્ટરના વહીવટ સામે ઉભા થયા છે. સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટરે જણાવ્યું હતું કે, 1 માર્ચથી ઓનલાઇન અરજીની વ્યવસ્થા કરી છે. જોકે ગરીબો કેવીરીતે ઓનલાઇન અરજી કરી શકે તે સવાલ કરતાં વાત ટૂંકાવી દીધી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code