આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, રાધનપુર

રાધનપુરમાં નેશનલ હાઇવે પરનો તોતિંગ મોલ પાલિકાની કાર્યવાહી સામે વન-વે જઈ રહ્યો છે. સુરક્ષા સહિતની અનેક બાબતે ગેરકાયદે બાંધકામને લઈ અગાઉ બેથી ત્રણ વાર નોટીસ ફટકારી હતી. જોકે ટૂંક સમયમાં મોલનું ભવ્ય ઉદ્ઘાટન થવાનું હોઈ પાલિકાની કાર્યવાહી મ્યાન થઈ હોવાનું સામે આવ્યું છે. આવી સ્થિતિમાં સત્તાધીશો સામે વહીવટને લઇ ગંભીર સવાલો ઉભા થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં કચ્છ તરફ જતાં નેશનલ હાઇવેની એકદમ બાજુમાં તોતિંગ મોલ ઉભો થયો છે. ગેરકાયદે બાંધકામ હોવાને લઇ રાધનપુર પાલિકાએ એક ઉપર એક નોટીસ ફટકારી હતી. જેનો જવાબ દેવાનું પણ મોલ સંચાલકે ટાળ્યું તો વધુ નોટીસ આપી હતી. આ પછી પાલિકાએ કડક વલણ લેવાનો સમય આવ્યો તો મોલનું ભવ્ય ઉદ્ઘાટન ભારે પડી ગયું છે. આવી સ્થિતિમાં મોલ સામેની કાર્યવાહી કાચબા ગતિએ આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મોલ સંચાલકે ભવ્ય ઉદ્ઘાટનની તૈયારીઓ કરી હોવાની જાણી પાલિકાના સત્તાધીશોએ કાર્યવાહી “મ્યાન” કરી છે. ગેરકાયદે બાંધકામને લઈ હેપ્પી મોલ સીલ થવાની સંભાવના પરંતુ શાનદાર ઉદ્ઘાટન માટે પાલિકાનું વલણ નરમ બન્યું છે. શહેરભરના વેપારી આલમમાં પાલિકાના સત્તાધીશોની આરંભે સુરા જેવી નિતી સૌથી વધુ ચર્ચાનો વિષય બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code