વહિવટઃ ઉત્તર ગુજરાતની તાલુકા પંચાયતોમાં ગાંધીજીના બોર્ડની ઉઘરાણી શરૂ થશે

અટલ સમાચાર, મહેસાણા જિલ્લાથી તમામ તાલુકા પંચાયતોને બે થી ત્રણ વાર મુદત આપી ગામડે ગામડે ગાંધીજીના બોર્ડ લગાવવા આદેશ થયા હતા. જોકે ઉત્તર ગુજરાતની તમામ તાલુકા પંચાયતોમાં કામો અધુરા રહ્યા છે. જેથી હવે ટુંક સમયમાં ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ઉઘરાણીના એંધાણ છે. કેન્દ્રની સુચના મુજબ રાજ્ય ગ્રામ વિકાસ વિભાગે સંબંધિત જિલ્લા પંચાયતોને ચુંટણી અગાઉ ગાંધીજીની
 
વહિવટઃ ઉત્તર ગુજરાતની  તાલુકા પંચાયતોમાં ગાંધીજીના બોર્ડની ઉઘરાણી શરૂ થશે

અટલ સમાચાર, મહેસાણા

જિલ્લાથી તમામ તાલુકા પંચાયતોને બે થી ત્રણ વાર મુદત આપી ગામડે ગામડે ગાંધીજીના બોર્ડ લગાવવા આદેશ થયા હતા. જોકે ઉત્તર ગુજરાતની તમામ તાલુકા પંચાયતોમાં કામો અધુરા રહ્યા છે. જેથી હવે ટુંક સમયમાં ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ઉઘરાણીના એંધાણ છે.

કેન્દ્રની સુચના મુજબ રાજ્ય ગ્રામ વિકાસ વિભાગે સંબંધિત જિલ્લા પંચાયતોને ચુંટણી અગાઉ ગાંધીજીની 150મી જન્મજ્યંતિના બોર્ડ લગાવવા કહ્યું હતું. આથી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા પંચાયતોએ પોત-પોતાના ક્ષેત્રોની તાલુકા પંચાયતોને જણાવ્યું હતું. જેમાં ગ્રામ વિકાસ વિભાગની બબ્બે વારની સુચના અને સમય મર્યાદા સામે કામગીરી કાચબા ગતિએ રહી હતી. આ દરમિયાન લોકસભા ચુંટણીની ગતિવિધી વચ્ચે છેવટે કામગીરી અધૂરી છોડવામાં આવી હતી.

હવે આગામી ટૂંક સમયમાં ગ્રામ વિકાસ વિભાગ ફરી એકવાર ગાંધીજીના બોર્ડ તમામ ગ્રામ પંચાયતોમાં જાહેરસ્થળોએ લગાવવા ઉઘરાણી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, બોર્ડ અંતર્ગત સુધારા અને સુચનાઓને પગલે છેવટે માહિતી ઉપલબ્ધ કરાવવા નક્કી કરાયું છે. જેથી ગાંધીજીના બોર્ડ ઉપરની માહિતી જાહેર સ્થળે કલરથી પણ લખાણ કરી શકાશે.