ફાયદાની વાતઃ જીવન વીમાની પોલીસી લેતા આ બાબતો પર ધ્યાન રાખો

અટલ સમાચાર, ડેસ્ક વીમા પૉલીસી ખરીદવાનો અર્થ એ થયો કે, તમે જે તે કોન્ટ્રાક્ટ સાથે સહમત છો. તમે પૉલીસી ખરીદતી વખતે સહમતિ દર્શાવો છો, પૉલીસી ખરીદતી વખતે તમે મેચ્યોરિટી ડેટ સાથે સહમત છો. તમે પાછળથી તેમાં કોઈ જ ફેરફાર કરી શકશો નહિં. જેમ કે, તમે પોતાના માટે 60 વર્ષનો પ્લાન લીધો છે, તો મેચ્યોરિટી ડેટમાં
 
ફાયદાની વાતઃ જીવન વીમાની પોલીસી લેતા આ બાબતો પર ધ્યાન રાખો

અટલ સમાચાર, ડેસ્ક

વીમા પૉલીસી ખરીદવાનો અર્થ એ થયો કે, તમે જે તે કોન્ટ્રાક્ટ સાથે સહમત છો. તમે પૉલીસી ખરીદતી વખતે સહમતિ દર્શાવો છો, પૉલીસી ખરીદતી વખતે તમે મેચ્યોરિટી ડેટ સાથે સહમત છો. તમે પાછળથી તેમાં કોઈ જ ફેરફાર કરી શકશો નહિં. જેમ કે, તમે પોતાના માટે 60 વર્ષનો પ્લાન લીધો છે, તો મેચ્યોરિટી ડેટમાં પાછળથી કોઈ ફેરફાર કરી શકશો નહિં. 80 વર્ષ માટે તમારે બીજું કવર લેવું પડશે.

પૉલીસીને સરેન્ડર કરતી વખતે જો તમે થોડા વર્ષો બાદ પૉલીસીને સરેન્ડર કરો છો તો તેનો ચાર્જ તમારી પૉલીસી અને તેના ફિચર્સ પર નિર્ભર છે. સરેન્ડર વેલ્યુને ભરેલ પેમેન્ટ સાથે કોઈ સંબંધ નથી. પણ યુનિટ લિંક પૉલીસી દ્વારા મેળવેલ લાભ પર તેનો આધાર રહેલ છે. જો તમારી પાસે યુલિપ (યુએલઆઈપી) છે તો તમને 5 વર્ષ બાદ આખી યુનિટ વેલ્યુ મળશે. કારણ કે 5 વર્ષ પછી સરેન્ડર ચાર્જ શૂન્ય થઈ જાય છે. ટ્રેડિશનલ પૉલીસીમાં સરેન્ડર વેલ્યુ મેળવેલ લાભની કોઈ ડિસ્કાઉન્ટ કરેલી વેલ્યુ હોય છે. સરેન્ડર ચાર્જ દરેક પૉલીસીમાં અલગ હોય છે અને તે કોન્ટ્રાક્ટમાં લખેલ હોય છે.

પૉલીસી વિશે સારી રીતે જાણી લો વીમા કાનુન ધારા 45 અનુસાર જો તમે કોઈ પૉલીસીને 3 વર્ષ વાદ અસ્વીકૃત નથી કરી શકતા. જો વીમાકર્તા ફરીથી મૂલ્યાંકન કરે છે અને પહેલી પૉલીસી બાદ બીજી પૉલીસી જારી કરે છે તો ક્લેઈમ અને નિયમ અને શરતોની જાણકારી મેળવી લેવી. પૉલીસી સાથે સંપૂર્ણ રીતે સહમત થયા બાદ જ તમારે લેવી.

યુનિટ-લિંક ઈન્સ્યોરન્સ અને ટર્મ-ઈન્સ્યોરન્સમાં આવું હોતુ નથી. સામાન્ય રીતે સ્વીકૃત કરેલ લોન સરેન્ડર વેલ્યુનો એક અનુપાત હોય છે. જેથી જાણી લો કે લોન અને રિપેમેન્ટની પ્રિમિયમ પર કોઈ અસર પડતી નથી. જો તમે લૉન ભરતા નથી તો તે રકમ ઈન્સ્યોરન્સમાં વસુલવામાં આવશે. નિયમ અનુસાર એક વ્યકિતએ વાર્ષિક આવકથી 10 ગણું કવર લેવું જોઈએ. ટર્મ-ઈન્સ્યોરન્સ પૉલીસીમાં જો વીમાધારકનું મૃત્યુ થઈ જાય છે તો તેના નોમિનીને આ તમામ રાશિ મળે છે. પૉલીસીના સરવાઈકલ કે મેચ્યોરિટી બેનિફિટ નથી. પૉલીસી લેતી વખતે જો તમે તમારો નોમિની નક્કી કર્યો નથી તો કાનુની ઉત્તરાધિકારીને તેનો લાભ મળશે. દાવો કરતી વખતે વીમાકર્તા દ્વારા ઉત્તરાધિકારીના દસ્તાવેજ માંગવામાં આવે છે.