આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ શહેરના વકીલ પંકજ વેલાણી ઉપર ગત મહિનાઓમાં દાખલ દુષ્કર્મ કેસની તપાસમાં પોલીસને કોઈ પુરાવા હાથ લાગ્યા નથી. આથી કોર્ટમાં બી સમરી રિપોર્ટ કરતા વકીલને પોલીસની કલીનચીટ મળી છે. પંકજ વેલાણીએ ખોટી ફરિયાદ મામલે યુવતી અને ષડયંત્રકાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા તજવીજ હાથ ધરી છે.

વકીલ પંકજ વેલાણી ઉપર સ્થાનિક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી. જેની તપાસમાં પોલીસે આરોપીને ક્લિનચીટ આપી કોર્ટમાં રિપોર્ટ કરતાં વાતમાં વળાંક આવ્યો છે. જેને લઈ વકીલે સોમવારે પત્રકાર પરિષદ સંબોધી ખોટી ફરિયાદ કરનારી યુવતી ઉપર ગંભીર આક્ષેપો કરતાં ફરી એકવાર માહોલ ગરમાયો છે.

પંકજ વેલાણીએ દુષ્કર્મની ખોટી ફરિયાદ મામલે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલને ષડયંત્રના માસ્ટર માઈન્ડ ગણાવી ચીરાગ દરજી અને બિપીન પંચાલ પણ સંડોવાયેલા હોવાનું જણાવી પોલીસને ફરિયાદ દાખલ કરવા રાવ કરી છે. આ સાથે ધારાસભ્ય કિરીટ પટેલ અસંખ્ય ગુનામાં સંડોવાયેલા હોવાનું અને કોંગ્રેસ પાર્ટી કાવતરાખોર પાર્ટી હોવાનો આક્ષેપ કરતા શહેર સહિત જિલ્લાભરનુ રાજકારણ ગરમાયુ છે.

જીવ જોખમમાં હોવાનો ઘટસ્ફોટ

આ સાથે પંકજ વેલાણીએ ભાજપના જયંતી ભાનુશાળીનું ઉદાહરણ ટાંકી પોતાને પણ કિરીટ પટેલ અને તેના સાગરિતો દ્વારા જીવનું જોખમ હોવાનો ઘટસ્ફોટ કરી પોલીસ રક્ષણની માંગ કરી હોવાનું જણાવ્યું હતું.

ભાજપના મનોજ પટેલ સાથી રહ્યા

દુષ્કર્મ કેસમાં ક્લીનચીટ મામલે યોજેલી પત્રકાર પરિષદ દરમિયાન વેલાણી સાથે ભાજપના મનોજ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આથી શહેરમાં કોંગ્રેસ વિરુદ્ધ ભાજપનુ રાજકારણ અત્યારથી જ શરૂ થઇ ગયું છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code