આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

પાલનપુરની કોલેજના વિદ્યાર્થીઓમાં અફેર હોવાની ચર્ચા વચ્ચે ખળભળાટ મચાવતો વિડિયો સામે આવ્યો છે. કોલેજમાં અભ્યાસ કરતા હિન્દુ અને મુસ્લિમ ધર્મનાં વિદ્યાર્થીઓ વચ્ચે દોસ્તી-પ્રેમ હોવા અંગે સવાલ જવાબ કરતા વિડિયો વાઇરલ થયો છે. જેનાથી શિક્ષણ આલમમાં ગરમાવો આવી ગયો છે.

પાલનપુર શહેરની જી.ડી મોદી કોલેજમાં વિદ્યાર્થીઓના અફેર વિશે નામ જોગ ઉલ્લેખ કરતો વિડીયો સામે આવ્યો છે. જેમાં મુસ્લિમ ધર્મનાં વિદ્યાર્થીઓને હિન્દુ ધર્મની છોકરીઓ સાથે પ્રેમ સંબંધો હોવાના સવાલ સામે એક અફેર કરનાર યુવાન જવાબ આપી રહ્યો છે. કારમાં ઉતારવામાં આવેલો વિડિયો ઘડીભરમાં વાઈરલ થઈ ગયો છે.

સુત્રોએ જણાવ્યું હતું કે, વિડિયોને પગલે કોલેજ કેમ્પસમાં ચકચાર મચી ગઇ છે. આ તરફ સોશ્યલ મીડિયા મારફતે વિડિયો સમગ્ર પંથકમાં અલગ અલગ વર્ગમાં પહોંચી જતાં ચુંટણી ટાણે વાતાવરણ ગરમાયું છે. આ અંગે આર્ટસ કોલેજના આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હજુ સુધી કોઈ રજૂઆત આવી નથી.

હકીકતે વિડિયોની સચ્ચાઈ બહાર આવે તો વિદ્યાર્થીઓના પરિવારને રાહત મળે તેમજ કોલેજની પ્રતિષ્ઠાને બચાવી શકાય તેવી નાગરિકોમાં માંગ ઉઠી છે. વિડિયો જોઈ વિદ્યાર્થીઓના પરિવારજનો ભયંકર મુંઝવણમાં આવી ગયા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code