આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

તેલંગણાના નાલગોંડામાં પાંચ મહિના પહેલા એક એવો કિસ્સો સામે આવ્યો કે જેમાં એક યુવકની એટલા માટે હત્યા કરવામાં આવી કેમકે, તેણે સ્વર્ણ છોકરી અમૃતા સાથે લગ્ન કર્યા હતા અને તે છોકરી અમૃતા પ્રેગ્નેન્ટ હતી. અને આ યુવતિના પિતા નહોતા ઇચ્છતા કે તેમની દીકરી એ એક દલિતના દિકરાની મા બને. જોકે,આ સમગ્ર કીસ્સાને લઇ સોશિયલ મિડીયા પર પણ ભારે ટીકા કરવામાં આવી રહી છે.
વિગત અનુસાર 23 વર્ષીય યુવક પ્રણય સવર્ણ છોકરી અમૃતાએ પોતાના પરિવારની વિરૂધ્ધ જઇ પ્રેમલગ્ન કર્યા હતા. છોકરીનો પિતા નહોતો ઈચ્છતો કે તેની દીકરી દલિતના બાળકની મા બને. અમૃતાને આવું કરવાથી રોકનાર પિતાએ ગર્ભપાત કરાવવાની પણ ધમકી આપી હતી, પરંતુ અમૃતાએ તેની પરવાહ ના કરી. જ્યારે તે ચાર મહિનાની ગર્ભવતી હતી, તો પ્રણયની હત્યા કરાવવામાં આવી હતી અને તેની સાસરીના લોકોને ધમકીઓ પણ મળી હતી. જોકે આ બધાની વચ્ચે અમૃતાએ હિમ્મત હાર્યા વગર બાળકને જન્મ આપવાની જીદ પકડી રાખી હતી. અને ગત 30 જાન્યુઆરીએ તેણે દીકરાને જન્મ આપીને પોતાનો સંઘર્ષ અંજામ સુધી પહોંચાડવાની દિશામાં પગલું ભરી લીધું હતુ. આ ઘટનાને સોશિયલ મીડિયા પર જાતિવાદની જીતના ઉદાહરણ તરીકે રજૂ કરાઈ રહ્યું છે.

હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ અમૃતાએ જણાવ્યું હતુ કે, ‘મારા હવે બે જ હેતુ છે. દીકરાનો ઉછેર અને પ્રણયને ન્યાય અપાવવો.’ તેણે જણાવ્યું હતુ કે,દીકરાને માત્ર અને માત્ર ભારતીય બનવાનું કહીશ, જે જાતિ, ધર્મની વાત ના કરે. શોષિત લોકોની મદદ કરે અને અન્યાય સામે લડે. અમૃતાને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે, દીકરાને કેવી રીતે જણાવશે કે પિતાની કયા લોકોએ હત્યા કરી? તેના પર અમૃતાએ જવાબ આપ્યો કે, સમાજમાં જાતિ, ક્ષેત્ર, ધર્મના આધારે ઝેર ફેલાવનારા લોકો જ આવું કરે છે. અમૃતાએ એમ પણ કહ્યું કે, ‘હજુ પણ મારે અને મારા બાળકને પિયરના લોકોથી ખતરો છે.’ ત્યારે પ્રણયના પિતા બાલસ્વામીએ કહ્યું, ‘મારા કે મારા પરિવાર સાથે કંઈ પણ થઈ જાય. આરોપીઓને સજા અપાવવા સુધી અમારો સંઘર્ષ ચાલું જ રહેશે.’

કેમ કરાઇ દલિત યુવકની હત્યા ?

બે વર્ષ પહેલા દલિત પ્રણયે સવર્ણ યુવતી અમૃતા સાથે તેલંગણામાં લગ્ન કરી લીધા હતા. આ લગ્નથી અમૃતાના પરિવારના લોકો નારાજ હતા. જોકે, થોડા સમય બાદ તે માની પણ ગયા હતા. પરંતુ તેમણે શરત રાખી હતી કે, પ્રણયના બાળકોને અમૃતા જન્મ ના આપે. આ ધમકીની ચિંતા કર્યા વગર અમૃતા તેનો પરિવાર વધારવા માટે પ્રેગ્નેન્ટ થઈ હતી. આ નિર્ણય અમૃતાના પિયરના લોકોને ના ગમ્યો અને પ્રણયની હત્યા કરી નાખી હોવાનું ચર્ચાઇ રહયુ છે. સપ્ટેમ્બરમાં આ મામલો રાષ્ટ્રીય સ્તર પર ઘણો ચર્ચામાં રહ્યો હતો. જોકે, હજુ પણ આ મામલાની તપાસ ચાલી રહી છે.

24 Oct 2020, 6:51 AM (GMT)

COVID-19 Global Stats

42,497,462 Total Cases
1,149,371 Death Cases
31,429,851 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code