આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

આજરોજ બીઆરસી કો ઓર્ડીનેટર રતાજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને અઘાર કુમાર શાળા અને કન્યા શાળાના બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયુ હતુ. જેમાં દડી ફેંક, ચિત્ર સ્પર્ધા, વેસ્ટમાંથી બેસ્ટ, ચાલ્લાં ચોટાડવા, ક્વિઝ, વક્તૃત્વ સ્પર્ધા જેવી સ્પર્ધાઓનું આયોજન થયું હતુ. અઘાર સી.આર.સી.કો-ઓર્ડીનેટર નિલેશ શ્રીમાળી તથા અઘાર પે.સેન્ટરના આચાર્ય બચુજી ઠાકોર હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે અઘાર કન્યા શાળાના આચાર્ય હિતેશ પ્રજાપતિ તથા સ્ટાફે અને પાટણ ડાયટની તાલીમાર્થી બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી. વિજેતા થનાર વિદ્યાર્થીઓ તથા ભાગલેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code