સરસ્વતી તાલુકાની અઘાર કન્યા પ્રાથમિક શાળામાંથી શૈક્ષણિક પ્રવાસ યોજાયો

અટલ સમાચાર,સરસ્વતી સહભ્યાસિક પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ પ્રવૃત્તિ એટલે શૈક્ષણિક પ્રવાસ, જેનાથી બાળકો પોતાના મિત્રો સાથે અને ગુરુજનો સાથે મુક્તપણે વ્યક્ત થઈ શકે છે તથા તેમની આંતરિક શક્તિ અને મૌલિક અભિવ્યક્તિનો વિકાસ થાય છે. બાળકોમાં રહેલી જિજ્ઞાસાવૃત્તિને બહાર લાવવાના હેતુસર અઘાર ક્લસ્ટરની અઘાર કન્યા પ્રાથમિક શાળાના બાળકો માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને મહુડી,
 
સરસ્વતી તાલુકાની અઘાર કન્યા પ્રાથમિક શાળામાંથી શૈક્ષણિક પ્રવાસ યોજાયો

અટલ સમાચાર,સરસ્વતી

સહભ્યાસિક પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ પ્રવૃત્તિ એટલે શૈક્ષણિક પ્રવાસ, જેનાથી બાળકો પોતાના મિત્રો સાથે અને ગુરુજનો સાથે મુક્તપણે વ્યક્ત થઈ શકે છે તથા તેમની આંતરિક શક્તિ અને મૌલિક અભિવ્યક્તિનો વિકાસ થાય છે. બાળકોમાં રહેલી જિજ્ઞાસાવૃત્તિને બહાર લાવવાના હેતુસર અઘાર ક્લસ્ટરની અઘાર કન્યા પ્રાથમિક શાળાના બાળકો માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને મહુડી, અક્ષરધામ, કાંકરિયા પ્રાણીસંગ્રહાલય,પોઇચા અને પાવાગઢ વગેરે સ્થળોની મુલાકાત કરાવવામાં આવી હતી. શાળાના આચાર્ય હિતેશ પ્રજાપતિએ પ્રવાસનું આયોજન કર્યું હતું. પ્રવાસની સફળતા તથા બાળકો માટે આનંદ ઉલ્લાસનું વાતાવરણ સર્જવાનો સુંદર પ્રયાસ કરવા બદલ સી.આર.સી કો-ઓર્ડીનેટર નિલેશ શ્રીમાળીએ શાળાના આચાર્ય અને સ્ટાફને અભિનંદન આપ્યા હતા.