આંદોલન@ગુજરાત: રાજયભરમાં સરકારી શિક્ષકો-કર્મચારીઓ ની પેન ડાઉન,શટ ડાઉન સ્ટ્રાઈક

 
આંદોલન

જૂની પેન્શન લાગુ કરવાના મામલે ગુજરાત સરકાર અને કર્મચારી યુનિયન સામસામે આવી ગયા છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લાંબા સમયથી પડતર વિવિધ માગણીઓ સંદર્ભે અવારનવાર લેખિત- મૌખિક રજૂઆત કરવા છતાં તેનું નિરાકરણ ન આવતા સરકારી કર્મચારીઓના વિવિધ સંગઠનોના બનેલા ગુજરાત રાજય સંયુકત કર્મચારી મોરચા અને ગુજરાત રાજય કર્મચારી મહામંડળ દ્રારા આજે પેન ડાઉન, ચોક ડાઉન અને શટ ડાઉન સ્ટ્રાઈક સહિતના આંદોલનના અનેક કાર્યક્રમો આપવામાં આવતા સરકારી કામકાજને ભારે ગંભીર વિપરીત અસર પહોંચી છે.

કર્મચારીઓ આજે પેનડાઉન, ચોક ડાઉન અને શટ ડાઉન કાર્યક્રમ દ્રારા પોતાનો વિરોધ વ્યકત કરશે તેવું અલ્ટીમેટમ ઘણા સમયથી સરકારને આપી દેવામાં આવ્યું છે. પરંતુ અત્યાર સુધી આ આંદોલન રોકવા માટેના મીટીંગ કે તેવા કોઈ પ્રયાસો થયા નથી. પરંતુ ગઈકાલે મોડી સાંજે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઉપસચિવ આદિત્ય દેસાઈએ સરકારના જુદા જુદા વિભાગના સચિવકક્ષાના અધિકારીઓને પરિપત્ર પાઠવીને જે સરકારી કર્મચારીઓ આંદોલનમાં જોડાયા હોય તેમની સામે નિયમ અનુસાર પગલાં લેવા આદેશ કર્યેા છે.

કર્મચારી મહામંડળ અને મોરચાના આગેવાનોના જણાવ્યા મુજબ અમારી મુખ્ય માગણી જૂની પેન્શન યોજના ચાલુ કરવાની છે અને આવી બીજી મહત્વની માંગણી ફિકસ પગાર યોજના મૂળ અસરથી નાબૂદ કરીને તેમાં કામ કરતા કર્મચારીઓને રેગ્યુલર પે સ્કેલમાં નિમણૂક આપવાને લગતી છે. કર્મચારીઓના લાંબા સમયથી પડતર જુદા જુદા પ્રશ્નો અંગે ભૂતકાળમાં સરકાર સાથે ચર્ચા થઈ હતી. આ કમિટીના રિપોર્ટની અમલવારી કરવાની અમારી માગણી છે.