મોઢેરા ખાતે બહુચરાજી તાલુકાનો કૃષિ મહોત્સવ યોજાયો

અટલ સમાચાર, બહુચરાજી (ભૂરાજી ઠાકોર) મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાનો કૃષિ મહોત્સવ મોઢેરામાં આવેલ આદિત્ય વિધાલયમાં પૂર્વ ગૃહમંત્રી રજની પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. મોઢેરા ખાતે બહુચરાજી તાલુકાનો કૃષિ મહોત્સવનું આયોજન આદિત્ય વિધાલય ખાતે કરવામાં આવ્યું હતું. જેનો ખેડૂતોએ ઉત્સાહભેર લાભ લીધો હતો. કૃષિ મહોત્સવનો પ્રારંભ પ્રાર્થના ગીત, સ્વાગત ગીત અને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો.
 
મોઢેરા ખાતે બહુચરાજી તાલુકાનો કૃષિ મહોત્સવ યોજાયો

અટલ સમાચાર, બહુચરાજી (ભૂરાજી ઠાકોર)

મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાનો કૃષિ મહોત્સવ મોઢેરામાં આવેલ આદિત્ય વિધાલયમાં પૂર્વ ગૃહમંત્રી રજની પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. મોઢેરા ખાતે બહુચરાજી તાલુકાનો કૃષિ મહોત્સવનું આયોજન આદિત્ય વિધાલય ખાતે કરવામાં આવ્યું હતું. જેનો ખેડૂતોએ ઉત્સાહભેર લાભ લીધો હતો. કૃષિ મહોત્સવનો પ્રારંભ પ્રાર્થના ગીત, સ્વાગત ગીત અને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો. ત્યારે પૂર્વ ગૃહમંત્રી રજની પટેલે કહ્યું હતું કે ખેડૂતો ઓછા રોકાણ અને ઓછી મહેનતે વધુ નફો મેળવી શકે તેનું માધ્યમ છે “કૃષિ મહોત્સવ”. આટલું જ નહી સરકારની મહત્તમ યોજનાઓનો લાભ લઈને ખેતી કેવી રીતે કરી શકાય છે તેની પણ વિગતો આપવામાં આવે છે. તો છેલ્લા વર્ષોથી સરકાર દ્વારા કૃષિ મહોત્સવનું જે આયોજન કરવામાં આવી રહ્યું છે તેનાથી ખેતીમાં ઘણો સુધારો આવ્યો છે.

કૃષિ અધિકારીઓએ સીઝનમાં વિવિધ પાકોનું માર્ગદર્શન આપ્યું હતું. આ કૃષિ મહોત્સવમાં વિવિધ સ્ટોલો જોવા મળ્યા હતા. પશુપાલન વિભાગ દ્વારા પણ ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કૃષિ મહોત્સવમાં રજનીભાઈ પટેલ, એમ. એન.ડોડીયા મામલતદાર, વી.બી.મિસ્ત્રી તાલુકા વિકાસ અધિકારી, સરપંચ મોઢેરા, ડો.એસ.કે આચાર્ય, મદદનીશ પ્રાધ્યાપક, બાગાયત મહાવિદ્યાલય, જગુદણ ડો..એચ. ડી.ચૌહાણ મદદનીશ પ્રાધ્યાપક, પશુ ચિકિત્સા મહાવિદ્યાલય, સ. કૃ.નગર, સુરેન્દ્રસિંહ પરમાર, બાગાયત અધિકારી. ડી. ડી.સુથાર, તાલુકા અમલીકરણ સમિતિ બહુચરાજી, બહુચરાજી તાલુકાના ખેતીવાડી ગામ સેવકો તેમજ બહુચરાજી તાલુકાની તમામ વિવિધ કચેરીઓના કર્મચારીઓએ ખડેપગે રહી આ કૃષિ મહોત્સવને સફળ બનાવ્યો હતો.