કૃષિ: લાલ મરચાના ટેકાના ભાવ જાહેર કરવા જગતના તાતની માંગણી

અટલ સમાચાર,ડેસ્ક લાલ મરચાંના મુખ્ય ઉત્પાદક વિસ્તારો જેવા કે, તેલંગણા, કર્ણાટક તથા આન્ધ્ર પ્રદેશમાં મરચાંના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ભાવમાં ઘટાડો થતાં મરચાંના ઉત્પાદકો પોતાના ખર્ચને આવરી લેવા વળતરદાયી ટેકાના ભાવ જાહેર કરવા સરકાર સમક્ષ માગણી કરી રહ્યા છે. કિટાણુ હુમલાને કારણે આ વર્ષ મરચાંની ઉપજ ઓછી રહી છે, જ્યારે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે
 
કૃષિ: લાલ મરચાના ટેકાના ભાવ જાહેર કરવા જગતના તાતની માંગણી

અટલ સમાચાર,ડેસ્ક

લાલ મરચાંના મુખ્ય ઉત્પાદક વિસ્તારો જેવા કે, તેલંગણા, કર્ણાટક તથા આન્ધ્ર પ્રદેશમાં મરચાંના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ભાવમાં ઘટાડો થતાં મરચાંના ઉત્પાદકો પોતાના ખર્ચને આવરી લેવા વળતરદાયી ટેકાના ભાવ જાહેર કરવા સરકાર સમક્ષ માગણી કરી રહ્યા છે.
કિટાણુ હુમલાને કારણે આ વર્ષ મરચાંની ઉપજ ઓછી રહી છે, જ્યારે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે જેને કારણે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે, એમ સ્થાનિક ટ્રેડરે જણાવ્યું હતું. દેશમાં એપ્રિલ-મેમાં મસાલાની માગ નીકળતી હોય છે, ત્યારે આ માગ નીકળે તે પહેલા ભાવ વધારવાની ખેડૂતોની માગણી સૂચક હોવાનું પણ વર્તુળોએ જણાવ્યું હતું.