કૃષિજગતઃ કેસર કેરીને કોરોનાનું ગ્રહણ, વેપારીઓને કરોડોના નુકસાનનો ડર

અટલ સમાચાર, ડેસ્ક આ વખતે જૂનાગઢની પ્રખ્યાત કેસર કેરીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. 100 કરોડની નિકાસ સામે સવાલ ઊભા થયા છે. મળતી માહિતી મુજબ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ બંધ હોવાના કારણે ઉના તાલાલા જૂનાગઢ અને કચ્છની કેસર કેરીની નિકાસને અસર થઈ છે. કમોસમી વરસાદ અને ઝાકળના પગલે કેરીમાં ખરલની સમસ્યા થઈ છે. તાલાલા મેંગો માર્કેટ 10મી મેથી
 
કૃષિજગતઃ કેસર કેરીને કોરોનાનું ગ્રહણ, વેપારીઓને કરોડોના નુકસાનનો ડર

અટલ સમાચાર, ડેસ્ક

આ વખતે જૂનાગઢની પ્રખ્યાત કેસર કેરીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. 100 કરોડની નિકાસ સામે સવાલ ઊભા થયા છે. મળતી માહિતી મુજબ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ બંધ હોવાના કારણે ઉના તાલાલા જૂનાગઢ અને કચ્છની કેસર કેરીની નિકાસને અસર થઈ છે. કમોસમી વરસાદ અને ઝાકળના પગલે કેરીમાં ખરલની સમસ્યા થઈ છે. તાલાલા મેંગો માર્કેટ 10મી મેથી શરૂ થવાનો અંદાજો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અત્રે જણાવવાનું કે વેપારીઓ આંબાવાડીઓને વર્ષના લિઝ પર લેતા હોય છે ત્યારે આવા વેપારીઓને કરોડોનું નુકસાન જાય તેવી ભીતી છે. ભારતમાં 3જીમેના રોજ લોકડાઉન પાર્ટ 2 પૂરું થાય છે. હવે આ લોકડાઉન આગળ લંબાવાય છે કે છૂટછાટ મળે છે તે તો આગામી દિવસોમાં ખબર પડશે. ગુજરાતમાં જે પ્રકારે કેસો વધતા જોવા મળી રહ્યાં છે તે જોતા કયા પ્રકારની છૂટછાટ મળશે તે જોવાનું રહેશે.