ગુજરાતઃ ખેડૂતો માટે સ્માર્ટફોન યોજનામાં અરજી કરવાની વધુ એક તક, 19 ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે

આ યોજના હેઠળ ખેડૂતો તરફથી વધુમાં વધુ અરજીઓ મળે અને મહત્તમ ખેડૂતોને યોજના હેઠળ લાભ આપી શકાય, તે હેતુથી યોજના હેઠળ આઇ-ખેડૂત પોર્ટલ ઓનલાઇન અરજીઓ મેળવવા માટે તા.20 ડિસેમ્બર, 2021 થી તા.31 ડિસેમ્બર, 2021 સુધી આઇ-ખેડૂત પોર્ટલ પુનઃ ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

કૃષિ ક્ષેત્રે ડિજીટલ સેવાનો વ્યાપ વધે, એવા શુભ હેતુથી ગુજરાત રાજ્યના કૃષિ વિભાગે ખેડૂતો માટે સ્માર્ટ ફોન સહાય યોજના બનાવી છે કે, જેથી ખેડૂતો સરકારની ઓનલાઇન સુવિધાનો સીધો લાભ મેળવી શકે અને કૃષિ વિભાગની તમામ સહાય યોજનાઓની ઓનલાઇન અરજી પણ કરી શકે. અગાઉ આ માટે ગુજરાતના ખેડૂતો સ્માર્ટફોન ખરીદ કરે તો, રાજ્ય સરકારે રૂ.1500 સુધીની સહાય આપવાની જાહેરાત કરી હતી.

જે અંતર્ગત ખેડૂતને સ્માર્ટફોનની ખરીદ કિંમતના 10% સહાય અથવા રૂ.1500 બન્નેમાંથી જે ઓછી રકમ હશે તે આપવામાં આવે છે. વર્ષ 2021-22 માં ગુજરાત રાજ્યના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટ ફોન પર સહાય આપવાની યોજના અંતર્ગત આઇ-ખેડૂત પોર્ટલ મારફતે ઓનલાઇન અરજીની તારીખ લંબાવી તા.20 થી 31 ડિસેમ્બર સુધી કરવામાં આવી હતી.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2021-22 માટે ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટ ફોન પર સહાય આપવાની યોજના હેઠળ ખેડૂતો પાસેથી આઇ-ખેડૂત પોર્ટલ માફરત ઓનલાઇન અરજીઓ મેળવવા માટે અગાઉ તા.26 નવેમ્બર, 2021 થી 19 ડિસેમ્બર, 2021 સુધી આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવેલ હતું. જે અંતર્ગત આ યોજના હેઠળ કુલ 1 લાખ સ્માર્ટ ફોન માટે સહાય ચૂકવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલ છે.

આ યોજના હેઠળ ખેડૂતો તરફથી વધુમાં વધુ અરજીઓ મળે અને મહત્તમ ખેડૂતોને યોજના હેઠળ લાભ આપી શકાય, તે હેતુથી યોજના હેઠળ આઇ-ખેડૂત પોર્ટલ ઓનલાઇન અરજીઓ મેળવવા માટે તા.20 ડિસેમ્બર, 2021 થી તા.31 ડિસેમ્બર, 2021 સુધી આઇ-ખેડૂત પોર્ટલ પુનઃ ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. આથી, જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા જૂનાગઢ જિલ્લા ખેતીવાડી વિભાગે જણાવ્યું છે.