રીપોર્ટ@મહેસાણા: દૂધસાગરની ચૂંટણીમાં મતદાન શરૂ, આજે જ પરિણામ આવી શકે

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોનાકાળ વચ્ચે આજે મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીનું મતદાન શરૂ થઇ ચુક્યુ છે. સવારે 9થી 5 વાગ્યા સુધી યોજાનાર મતદાનમાં 1129 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન બાદ સાંજે 6.30 વાગ્યાથી મત ગણતરી હાથ ધરાશે. આ ચૂંટણીમાં 11 મતદાન બુથો પૈકી 7 બુથોમાં મતદારોએ એક મત આપવાનો રહે છે. જ્યારે માણસા,
 
રીપોર્ટ@મહેસાણા: દૂધસાગરની ચૂંટણીમાં મતદાન શરૂ, આજે જ પરિણામ આવી શકે

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોનાકાળ વચ્ચે આજે મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીનું મતદાન શરૂ થઇ ચુક્યુ છે. સવારે 9થી 5 વાગ્યા સુધી યોજાનાર મતદાનમાં 1129 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન બાદ સાંજે 6.30 વાગ્યાથી મત ગણતરી હાથ ધરાશે. આ ચૂંટણીમાં 11 મતદાન બુથો પૈકી 7 બુથોમાં મતદારોએ એક મત આપવાનો રહે છે. જ્યારે માણસા, વિજાપુર, વિસનગર અને વડનગર-ખેરાલુ -સતલાસણાની બે-બે બેઠકો હોવાથી 4 બુથોમાં મતદારોએ બે-બે મત આપવાના રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણીનું મતદાન શરૂ થઇ ચુક્યુ છે. ડેરીના પૂર્વ ચેરમેન, વાઇસ ચેરમન સહિતના દિગ્ગ્જોની ગેરહાજરી વચ્ચે વિપુલ ચૌધરીના સમર્થકો દ્રારા પણ મતદાન કરવામાં આવ્યુ છે. ચૂંટણીમાં વિપુલ ચૌધરી અને અશોક ચૌધરીની સીધી ટક્કર હોઇ કુલ 41 ઉમેદવારો મેદાનમાં છે. દૂધસાગર ડેરીની 15 બેઠકો માટે આજે મહેસાણાની વર્ધમાન વિદ્યાલયમાં મતદાન ચાલુ છે.

રીપોર્ટ@મહેસાણા: દૂધસાગરની ચૂંટણીમાં મતદાન શરૂ, આજે જ પરિણામ આવી શકે

સૂત્રોએ જણાવ્યું હતુ કે, દૂધસાગર ડેરી નિયામક મંડળના વિભાગ-1ની 11 અને દૂધના જથ્થાની 4 મળી કુલ 15 બેઠકો માટે મહેસાણાની વર્ધમાન વિદ્યાલયમાં મતદાન માટે 11 બુથ ઊભાં કરાયાં છે. જેમાં ચૂંટણી અધિકારી સહિત 13 પ્રિસાઇન્ડીંગ ઓફિસર, 13 પ્રથમ મતદાન અધિકારી, 17 મતદાન અધિકારી, 13 પટાવાળા તેમજ અન્ય 24 મળી 80નો સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં જોડાયા છે.