રીઝલ્ટ@બેચરાજી: 5 બેઠકોમાં પૂર્વ મંત્રીના જૂથને ફટકો, વિઠ્ઠલ પટેલ ગૃપની જીત

અટલ સમાચાર, બેચરાજી
કોરોના મહામારી વચ્ચે આજે બેચરાજી ગંજબજારમાં ચૂંટણીનું પરિણામ જાહેર થયુ છે. ગઇકાલે રસાકસી વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં 97 ટકા મતદાન નોંધાયું હતુ. જ્યારે આજે APMCની 5 બેઠકોનું પરિણામ જાહેર થયું છે. જેમાં તમામ બેઠક પર વર્તમાન ચેરમેનની પેનલનો વિજય થયો છે. પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ જૂથનો વિઠ્ઠલ પટેલની પેનલ સામે પરાજય થયો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જીલ્લાના બેચરાજી ગંજબજારમાં ભારે રસાકસી વચ્ચે મતદાન પૂર્ણ થયુ હતુ. જેમાં ખેડૂત 294, વેપારી 28 અને ખરીદ વેચાણ સંઘના 10 મતદાતા સહિત કુલ 332 મતદારોએ મતદાન કર્યુ હતુ. આ તરફ આજે APMCની 5 બેઠકોનું પરિણામ જાહેર થતાં વર્તમાન ચેરમેન વિઠ્ઠલ પટેલની પેનલનો વિજય થયો છે. ચેરમેન વિઠ્ઠલ પટેલની પેનલને 29માંથી 18 મત મળ્યા તો રજની પટેલ જૂથને 10 મત મળ્યા છે.
બહુચરાજી APMCના વિજેતા ઉમેદવાર
- અશ્વિનભાઈ પટેલ
- હિરેનભાઇ પટેલ
- વિરમભાઈ પટેલ
- સમુબેન દેસાઈ
- ગીતાબેન દેસાઇ