આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જુલાઈ ક્વાર્ટરમાં દેશની કૃષિ નિકાસ 14.39 ટકા ઘટીને 5.45 અબજ ડોલર(અંદાજે રૂ.38,7૦૦ કરોડ) થઈ છે. કૃષિ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના આંકડા અનુસાર, સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન બાસમતી અને નોન-બાસમતી ચોખાની નિકાસ 2.26 ટકા ઘટીને 1.56 અબજ ડોલર જેટલી થઈ છે.

file photo

નોન-બાસમતી ચોખાની નિકાસ 38.3 ટકા ઘટીને 69.5 કરોડ ડોલર જેટલી થઈ છે. આ સિવાય અન્ય ઉત્પાદનોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ગવાર, ગમ, મગફળી, બકરાનું માંસ, મરધાં અને ડેરી પ્રોડક્ટ ,પ્રોસેસ્ડ ફળો અને શાકભાજી, ફૂલો અને બીજનો સમાવેશ થાય છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code