અમદાવાદઃ 1 અઠવાડિયામાં શાકભાજી અને કરિયાણાવાળાનાં 115 કેસ નોંધાયા

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદમાં કોરોનાને કાબૂમાં લેવો એક પડકાર બની ગયો છે. ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં શહેરભરમાં સુપર સ્પ્રેડર્સ કેટેગરીમાં આવતા શાકભાજી વિક્રેતા, કરિયાણાવાળા અને દૂધ વેચનારા લોકોના 1900થી વધુ સેમ્પલ લીધા હતા. મ્યુનિ.એ તા.20થી 27 એપ્રિલમાં દિવસમાં તમામ સેમ્પલ તપસ્યા હતા જે પૈકી 115ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 61 જેટલા
 
અમદાવાદઃ 1 અઠવાડિયામાં શાકભાજી અને કરિયાણાવાળાનાં 115 કેસ નોંધાયા

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં કોરોનાને કાબૂમાં લેવો એક પડકાર બની ગયો છે. ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં શહેરભરમાં સુપર સ્પ્રેડર્સ કેટેગરીમાં આવતા શાકભાજી વિક્રેતા, કરિયાણાવાળા અને દૂધ વેચનારા લોકોના 1900થી વધુ સેમ્પલ લીધા હતા. મ્યુનિ.એ તા.20થી 27 એપ્રિલમાં દિવસમાં તમામ સેમ્પલ તપસ્યા હતા જે પૈકી 115ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 61 જેટલા સેમ્પલ રિજેક્ટ થયા છે. શહેરમાં સુપરસ્પ્રેડર લોકોનાં આટલા બધા કેસ પોઝિટિવ આવવા એ ચિંતાનો વિષય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના નારણપુરા, મણિનગર, અસારવા, મેમનગર જેવા વિસ્તારોમાં 10- 10 સુપર સ્પ્રેડર્સના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ મ્યુનિ.એ સુપર સપ્રેડર્સના સેમ્પલ ટેસ્ટિંગના આંકડા જાહેર કર્યા હતા. છેલ્લા 7 દિવસમાં કુલ 115 સુપર સપ્રેડર્સના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

નોંધનીય છે કે, વિજય નેહરાએ ખાસ કરીને શહેરમાં મૃત્યુદર ઘટાડવા માટે 3 જી નવી સ્ટ્રેટજી બનાવી છે. જેમાં સુપર સ્પ્રેડર, સ્લમ અને સીનિયર સિટીઝન પર હવે ખાસ નજર રાખવાની છે. જેથી અમદાવાદમાં કોરોનાના કેસ અને મૃત્યુદરમાં ઘટાડો કરી શકાશે. હવે અમદાવાદમાં કેસ ડબલિંગ 3.4 દિવસથી વધીને 8 દિવસનું થયું છે. અમદાવાદમાં હવે 4000 લોકોના કોરોના ટેસ્ટ થશે. કોટ વિસ્તારમાં શરૂઆતના તબક્કામાં જો સારો સાથ સહકાર મળે અને સામેથી સેમ્પલિંગ તેમજ હોસ્પિટલમાં આવવાની દરકાર રાખે તો કોરોનાના કેસ અને મૃત્યુનો દર ઘટાડી શકાશે. એમાં પણ ખાસ કરીને જેઓ વૃદ્ધ છે અને ગંભીર બીમારી છે. તેમના માટે ખાસ ધ્યાન રાખવું પડશે તો મૃત્યુ દર ચોક્કસપણે ઘટશે.