અમદાવાદ: પોલીસ દ્રારા 14 યુવતીઓને ગોરખધંધામાંથી મુક્ત કરાવાઈ

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદમાંથી દેહવેપારના કાળા ધંધામાંથી 14 યુવતીઓને છોડાવવામાં અમદાવાદ પોલીસને સફળતા મળી છે. અમદાવાદમાં મુંબઈને શરમાવે એવી વ્યવસ્થા ગોઠવી ચલાવાતું હતુ કુટણ ખાનું. આ તમામ યુવતીઓ ગુજરાત બહારની છે. ત્યારે અહીં કેવી રીતે આવી તે મુદ્દે પણ પ્રશ્ન ઉઠાવાઈ રહ્યો છે. પોલીસે 5 પુરૂષ ગ્રાહકોની ધરપકડ કરી છે અને બે મહિલા દલાલની પણ ધરપકજ
 
અમદાવાદ: પોલીસ દ્રારા 14 યુવતીઓને ગોરખધંધામાંથી મુક્ત કરાવાઈ

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદમાંથી દેહવેપારના કાળા ધંધામાંથી 14 યુવતીઓને છોડાવવામાં અમદાવાદ પોલીસને સફળતા મળી છે. અમદાવાદમાં મુંબઈને શરમાવે એવી વ્યવસ્થા ગોઠવી ચલાવાતું હતુ કુટણ ખાનું. આ તમામ યુવતીઓ ગુજરાત બહારની છે. ત્યારે અહીં કેવી રીતે આવી તે મુદ્દે પણ પ્રશ્ન ઉઠાવાઈ રહ્યો છે. પોલીસે 5 પુરૂષ ગ્રાહકોની ધરપકડ કરી છે અને બે મહિલા દલાલની પણ ધરપકજ કરી છે જેમના નામ ધનીબહેન સરણીયા અને લક્ષ્‍મીબહેન સરણીયા છે. પોલીસે આ મુદ્દે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

અમદાવાદમાં ઓઢવના સરણીયા વાસમાંથી કૂટણખાનું ઝડપાયું છે. 5 ગ્રાહક અને 2 મહિલા દલાલની ધરપકડ કરાઈ છે. 14 યુવતીઓને પોલીસે ગોરખધંધામાંથી મુક્ત કરી .તમામ યુવતીઓ ગુજરાત બહારની હોવાનું સામે આવ્યું છે. હ્યુમન ટ્રાફિકિંગ મામલે પણ તપાસ શરૂ કરી છે. યુવતીઓની ઓળખ અને પરિવારની તપાસ શરૂ કરાઇ. જુદી જુદી ઓરડીઓમાં ગોરખધંધો ચાલતો હતો.

યુવતીઓનું કહેવું છે કે, અહીં એટલે કે, ઓઢવના સરણીયાવાસમાં ધનીબહેન સરણીયા અને લક્ષ્‍મીબહેન સરણીયા નામની બે મહિલા દલાલો તેમને રહેવા રૂમ એટલે કે છાપરા આપ્યા છે અને તેમની પાસે દેહવ્યાપાર કરાવે છે બદલામાં તેમને રહેવાનું ફ્રીમાં મળી રહે છે અને જમવાનું મળી રહી છે. આ તમામ યુવતીઓ ગુજરાત બહારની છે. તેમને બહારથી લાવીને અહીં વેચી દેવામાં આવી હોવાની શંકાને પગલે માનવ તસ્કરીની પણ આ રેકેટમાં ગંધ આવી રહી છે.