અમદાવાદ: સાબરમતી જેલનાં 2 કેદીઓ અને 1 જેલ સિપાહી કોરોના પોઝિટિવ

અટલ સમાચાર,ડેસ્ક રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. સોમવાર રાત સુધીમાં રાજ્યમાં કુલ 3548 પોઝિટિવ કેસ નોંધાયા છે. પોલીસ- ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. આ સાથે કોરોનાએ અમદાવાદ સાબરમતીની સેન્ટ્રલ જેલમાં પગપેસારો કર્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો અમદાવાદ સેન્ટ્રલ જેલમાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. એક
 
અમદાવાદ: સાબરમતી જેલનાં 2 કેદીઓ અને 1 જેલ સિપાહી કોરોના પોઝિટિવ

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. સોમવાર રાત સુધીમાં રાજ્યમાં કુલ 3548 પોઝિટિવ કેસ નોંધાયા છે. પોલીસ- ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. આ સાથે કોરોનાએ અમદાવાદ સાબરમતીની સેન્ટ્રલ જેલમાં પગપેસારો કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ સેન્ટ્રલ જેલમાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. એક જેલ સિપાહી સહિત બે કેદીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ ત્રણેયને અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં તેની સારવાર શરૂ કરાઈ છે.

સાબરમતી જેલમાં પોઝિટિવ કેસો નોંધાતાં રાજ્યની તમામ જેલના કેદીઓ અને જેલતંત્રમાં ફફડાટ મચી જવા પામ્યો છે. જો કે સાબરમતી જેલનાં મોટાભાગના કેદીઓના ટેસ્ટ કરાયા છે. કોરોનાની દહેસત વચ્ચે કેદીઓએ અગાઉ જ પેરોલ માંગ્યા હતા પરંતુ તંત્રએ અંગે કોઈ વિચારણા કરી ન હતી.