અમદાવાદ: કેડીલા ફાર્માસ્યુટીકલના 30માંથી 21 કર્મચારીઓ કોરોના પોઝિટિવ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના હવે અમદાવાદ શહેર સહિત જિલ્લાના ગામડાઓમાં પણ ફેલાતો જોવા મળ્યો છે. ધોળકા તાલુકાના ત્રાસદ ગામે આવેલી કેડીલા ફાર્માસ્યુટીકલ કંપનીના એક કર્મચારીને કોરોના પોઝિટિવ આવતાં 30 કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પૈકી 21 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો બે દિવસ પહેલા કેડીલા કંપનીમાં
 
અમદાવાદ: કેડીલા ફાર્માસ્યુટીકલના 30માંથી 21 કર્મચારીઓ કોરોના પોઝિટિવ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના હવે અમદાવાદ શહેર સહિત જિલ્લાના ગામડાઓમાં પણ ફેલાતો જોવા મળ્યો છે. ધોળકા તાલુકાના ત્રાસદ ગામે આવેલી કેડીલા ફાર્માસ્યુટીકલ કંપનીના એક કર્મચારીને કોરોના પોઝિટિવ આવતાં 30 કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પૈકી 21 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બે દિવસ પહેલા કેડીલા કંપનીમાં ફરજ બજાવતાં 3 કર્મચારીઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તંત્ર દ્વારા 30 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં 21 લોકો પોઝિટિવ આવ્યા છે. 21 પૈકી 9 ધોળકા, 8 અમદાવાદ, 1 ભાત, 1 પીસાવડા, 1 ત્રાસદ અને 1 મહુવાનો કર્મચારી છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 291, વડોદરામાં 16, સુરતમાં 31, ભાવનગરમાં 6, આણંદમાં 1, ગાંધીનગરમાં 2, બનાસકાંઠામાં 15, પંચમહાલમાં 2, બોટાદમાં 7, દાહોદમાં 2, ખેડા 1, જામનગર 1, સાબરકાંઠા 1 અને મહીસાગરમાં 1 કેસ નોંધાયો છે.