અમદાવાદઃ 22 વર્ષના યુવાનની કરપીણ હત્યા કરી, ઇસમો ફરાર

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડમાં મોડી રાતે એક રર વર્ષીય યુવકની ગુપ્તી અને છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. યુવક ગઇ કાલે ભૂજમાં તેની પત્નીને મળીને આવ્યો હતો. ત્રણ અજાણ્યા શખ્સો યુવકની હત્યા કરી ફરાર થઇ ગયા છે. અમરાઇવાડી વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉિસંગ
 
અમદાવાદઃ 22 વર્ષના યુવાનની કરપીણ હત્યા કરી, ઇસમો ફરાર

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડમાં મોડી રાતે એક રર વર્ષીય યુવકની ગુપ્તી અને છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. યુવક ગઇ કાલે ભૂજમાં તેની પત્નીને મળીને આવ્યો હતો. ત્રણ અજાણ્યા શખ્સો યુવકની હત્યા કરી ફરાર થઇ ગયા છે.

અમરાઇવાડી વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉ‌િસંગ બોર્ડમાં રહેતા ‌જિજ્ઞેશભાઇ જેઠાભાઇ પરમારે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં હત્યાની ફરિયાદ કરી છે. જિજ્ઞેશનાં માસીનો દીકરો રોહન ઉર્ફે વિશાલ પરમાર તેની સામેના મકાનમાં રહે છે. રોહનના પિતા ઉબેર કેબ ચલાવે છે. રોહન ઉર્ફે વિશાલ પરમારનો સ્વભાવ ગુસ્સાવાળો હોવાના કારણે તેના અનેક દુશ્મન હતા. થોડાક દિવસ પહેલાં રોહન તેની પત્નીને સાસરીમાં મળવા માટે ભૂજ ગયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગઇ કાલે પત્નીને મળીને ભૂજથી રોહન પરત આવ્યો હતો અને હાઉસીંગ બોર્ડની બહાર તેની બેઠક પર બેઠો હતો ત્યારે બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ તેના પર છરી અને ગુપ્તી વડે હુમલો કર્યો હતો. રોહને બૂમાબૂમ કરતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા, જેથી હત્યા કરવા માટે આવેલા ત્રણ શખ્સો બાઇક લઇ પલાયન થઇ ગયા હતા. લોકોએ ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ બોલાવી હતી, જોકે તે પહોંચે તે પહેલાં તેનું મોત થઇ ગયું હતું. રોહનની હત્યાના સમાચાર મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસે રોહનની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી છે. ઉલ્લેખનીય છે કે એક મહિનામાં રોહનની બે-ત્રણ વખત બબાલ થઇ હતી. તાજેતરમાં ઉત્તરાયણના દિવસે પણ રોહનની બબાલ થઇ હતી, જેના કારણે તેના અનેક દુશ્મન હતા.
પોલીસના જણાવ્યા અનુસાર રૂપિયાની લેતી-દેતી અથવા તો જૂની અદાવતના કારણે રોહનની હત્યા કરવામાં આવી છે. પોલીસ રોહનની સાથે જે લોકોની બબાલ થઇ છે તે તમામની વિગતો ભેગી કરી તેમની પૂછપરછ શરૂ કરશે.