અમદાવાદ: 25 લાખની માંગણી કરનાર નકલી IPS ઓફિસર ઝડપાયો

અટલ સમાચાર,અમદાવાદ અમદાવાદ ચાંદખેડા પોલીસે નકલી IPS બની ફરતા એક યુવકની ધરપકડ કરી છે. આરોપી યુવક લોકોને નોકરી અપાવવાની લાલચ અને પેટ્રોલ પમ્પનું લાઇસન્સ અપાવવાનું કહી છેતરપિંડી કરતો હતો. મહત્વની વાત તો એ છે કે આરોપી જ્યાં રહે છે તેની આસપાસના લોકો પણ તેને આઇપીએસ અધિકારી સમજતા હતા. જયારે કોઈ પૂછે તો પોતે હાલ રાજા
 
અમદાવાદ: 25 લાખની માંગણી કરનાર નકલી IPS ઓફિસર ઝડપાયો

અટલ સમાચાર,અમદાવાદ

અમદાવાદ ચાંદખેડા પોલીસે નકલી IPS બની ફરતા એક યુવકની ધરપકડ કરી છે. આરોપી યુવક લોકોને નોકરી અપાવવાની લાલચ અને પેટ્રોલ પમ્પનું લાઇસન્સ અપાવવાનું કહી છેતરપિંડી કરતો હતો. મહત્વની વાત તો એ છે કે આરોપી જ્યાં રહે છે તેની આસપાસના લોકો પણ તેને આઇપીએસ અધિકારી સમજતા હતા. જયારે કોઈ પૂછે તો પોતે હાલ રાજા પર છે તેમ જણાવતો હતો. નોંધનીય છે કે આરોપી પાસેથી 22500ની જૂની નોટ પણ મળી આવી છે તો પોલીસ તે દિશામાં પણ તપાસ કરી છે.

વિગત પ્રમાણે આરોપી શુભમ ગોડ મૂળ કાનપુર, ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને હાલ ગાંધીનગરમાં રહેતો હતો. આ યુવક પર આરોપ છે કે ફરિયાદીને પેટ્રોલ પમ્પનું લાઇસન્સ અપાવવાની વાત કરી 25 લાખની માંગણી કરી હતી પરંતુ ફરિયાદીને શંકા જતા તેણે અસલી પોલીસને જાણ કરી. બાદમાં પોલીસે ટ્રેપ ગોઠવી આરોપીને પકડી પાડ્યો હતો. એસીપી એલ ડિવિઝન ડીએસ પટેલનું કહેવું છે કે આરોપીએ અત્યાર સુધીમાં અનેક લોકોને છેતરી ચૂક્યો છે, અને તેમની પાસેથી 30-40 લાખ પડાવી ચૂક્યો છે. આ વ્યક્તિનો ભોગ બનેલા ફરિયાદી સામે આવી રહ્યાં છે. આરોપી પાસેથી એક સ્ટીક અને પાસિંગ પરેડમાં જે ગ્રુપ ફોટો હોય છે તેમાં તેણે એડિટિંગ કરી પોતાનો ફોટો ચોટાડ્યો હતો. લોકોને તે આ ફોટો બતાવતો હતો.