અમદાવાદઃ 346 વિદ્યાર્થીઓ હૃદયરોગ, 194 કિડનીની બીમારીથી પીડિત

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદની મ્યુનિસિપલ તથા ખાનગી શાળાઓમાં હાલમાં રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. જેમાં તબીબોની તપાસમાં ચોંકાવનારી બાબત સામે આવી છે. બાળકોમાં હૃદય રોગના 346 , કીડનીની ગંભીર બીમારી ધરાવતા 194, કેન્સરથી 33 બાળકો પીડાઇ રહ્યાં છે. આ તમામ બાળકોને હાલમાં સારવાર હેઠળ લેવામાં આવ્યાં છે. રાજ્ય સરકારનાં શાળા આરોગ્ય કાર્યક્રમ
 
અમદાવાદઃ 346 વિદ્યાર્થીઓ હૃદયરોગ, 194 કિડનીની બીમારીથી પીડિત

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદની મ્યુનિસિપલ તથા ખાનગી શાળાઓમાં હાલમાં રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. જેમાં તબીબોની તપાસમાં ચોંકાવનારી બાબત સામે આવી છે. બાળકોમાં હૃદય રોગના 346 , કીડનીની ગંભીર બીમારી ધરાવતા 194, કેન્સરથી 33 બાળકો પીડાઇ રહ્યાં છે. આ તમામ બાળકોને હાલમાં સારવાર હેઠળ લેવામાં આવ્યાં છે.

રાજ્ય સરકારનાં શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ AMC વિસ્તારની તમામ આંગણવાડીના, તમામ ખાનગી તથા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના બાળકો, નવજાત શિશુઓ અને શાળાએ ન જતા 18 વર્ષ સુધીનાં બાળકોની આરોગ્ય તપાસ થઇ રહી છે. 25 નવેમ્બર 2019થી 28 ડિસેમ્બર સુધી કરવામાં આવેલી આ આરોગ્ય તપાસ દરમિયાન 346 બાળકોને હ્રદય રોગ, 194 બાળકોને કીડનીના રોગ, 33ને કેન્સર અને 41ને થેલેસેમિયા હોવાનો ખુલાસો થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

મળતી માહિતી પ્રામાણે, 28 ડિસેમ્બર સુધીમાં કુલ 5,87,929 બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. જેમાંથી 2 લાખ 73 હજાર 69 બાળકોને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. સંદર્ભ સેવામાં 33 હજાર 577, બાળરોગ નિષ્ણાત દ્વારા 4 હજાર 376, આંખના સર્જન દ્વારા 7 હજાર 810, દાંતના સર્જન દ્વારા 15 હજાર 183, ચામડીના સ્પેશિયાલિસ્ટ દ્વારા 2755, કાન-નાક ગળાના સર્જન દ્વારા 2228 અને અન્ય નિષ્ણાત દ્વારા 1225 બાળકોની તપાસ કરવામાં આવી છે.