આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં દિલ્હી તબલીગી સમાજમાં નિઝામુદ્દીન મકરઝમાં સામેલ માણસ દ્વારા અમદાવાદમાં એક જ દિવસમાં 7 કેસ પોઝિટિવ આવ્યા છે જેમાં સાત વર્ષની બાળકી પણ સામેલ છે. ગુજરાતમાં આ ઘટનાને પગલે ફફડાટ વ્યાપી ગયો છે. તમામ કેસ લોકલ ટ્રાન્સમિસનના છે. 7માંથી એક વ્યક્તિ દિલ્હીથી આવ્યો હતો. અમદાવાદને કેન્દ્ર સરકાર દ્વારા કોરોના હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તબલીગી જમાતની અસર અમદાવાદ પર પડી છે. અમદાવાદમાં આજે વધુ 7 નવા કેસ પોઝિટિવ આવતાં ફફડાટ વ્યાપી ગયો હતો. 7 કેસમાંથી 5 કેસમાં તબલીગી કનેક્શન સામે આવ્યું છે. દિલ્હી જમાતમાં ગયેલા વ્યકિતના 5 લોકો સંપર્ક આવ્યા હતા. સંપર્કમાં આવેલા પાંચેય લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 38 કેસ નોંધાયા છે. અમદાવાદના કાલુપુર ભંડેરી પોળમાં 4 કેસ નોંધાયા છે.

અમદાવાદના કાલુપુર મલેકશાહ દરગાહ વિસ્તારમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે અમદાવાદના બાપુનગરમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં 38 કેસમાંથી 16 વિદેશથી આવ્યા હતા જ્યારે 18 લોકલ કેસ હતા અને 7 અન્ય રાજ્યોમાંથી આવેલા લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. અત્યાર સુધીમાં કોરોનાથી 3 લોકોનું મોત થયુ છે જેમાંથી 1 વિદેશથી આવેલા વ્યક્તિનું મોત થયું છે જ્યારે 2 સ્થાનિક લોકો હતા જેમનું કોરોનાથી મોત થયુ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code