અમદાવાદ: દારૂની બાતમીની શંકાને આધારે વેપારીને માર્યો ઢોર માર

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદના શાહપુર વિસ્તારમાં ચારથી વધુ શખ્સોએ એક વેપારી યુવકનું અપહરણ કરી તે દારૂની પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખી આક્ષેપો કરી તેનું અપહરણ કર્યું હતું. અનેક વિસ્તારોમાં તેને ફેરવીને ઢોર માર માર્યો અને મુક્ત કરી દીધો હતો. યુવક વેપારીએ આ મામલે શાહપુર પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. અટલ
 
અમદાવાદ: દારૂની બાતમીની શંકાને આધારે વેપારીને માર્યો ઢોર માર

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદના શાહપુર વિસ્તારમાં ચારથી વધુ શખ્સોએ એક વેપારી યુવકનું અપહરણ કરી તે દારૂની પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખી આક્ષેપો કરી તેનું અપહરણ કર્યું હતું. અનેક વિસ્તારોમાં તેને ફેરવીને ઢોર માર માર્યો અને મુક્ત કરી દીધો હતો. યુવક વેપારીએ આ મામલે શાહપુર પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના રાણીપમાં રહેતા નિલેશભાઇ પટેલ ઇલેકટ્રીક વસ્તુઓનો વેપાર ધંધો કરે છે. ગઇકાલે તેઓ દરિયાપુરથી ઘીકાંટા જતા હતા ત્યારે તેમને ફોન આવ્યો હતો. તેમને ફોનમાં એક વ્યક્તિએ ઘાટલોડિયામાં રહેતા મંજુબહેનનો ઘર વાળો બોલું છું તેમ કહી ફોન કર્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે, મંજુબહેન દારૂનો ધંધો કરે છે તો કેમ પોલીસને જાણ કરો છો, મારે તમને મળવું છે તેમ કહી નિલેશભાઇને શાહપુર બોલાવ્યા હતા. ત્યાં મળવા ગયા ત્યારે બે લોકો ઉભા હતા. બાદમાં અન્ય લોકો પણ આવી ગયા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, દારૂની બાતમી કેમ આપે છે તેમ કહી નિલેશભાઇને માર માર્યો હતો. લાકડી અને તલવાર બતાવી માર મારી તેમને એક રિક્ષામાં અપહરણ કરી નારણપુરા તરફ લઇ ગયા હતા. જ્યાં તેઓ ફરિયાદ કરવા નહિ જાય તેઓ તેમનો વિડીયો ઉતારી લઇ તેમને મુક્ત કરી દીધા હતા. બાદમાં નિલેશભાઇએ આ વાતની જાણ પોલીસ અધિકારીઓને કરતા શાહપુર પોલીસે શૈલેષ રાણા, નરેશ પરમાર, ઇમરાન લંબુ, આશિક અને અન્ય બે લોકો સામે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.