અમદાવાદ: લૉકડાઉનથી હવા શુદ્ધ બનતા બ્રિજ પરથી વિવાદિત ‘પહાડ’ દેખાયો

અટલ સમાચાર, ડેસ્ક લૉકડાઉનને કારણે ઝેર ઓકતી ફેક્ટરીઓ અને પ્રદૂષણ ફેલાવતા વાહનો બંધ છે. તેનાથી એર ક્વોલિટી ઈન્ડેક્સમાં સુધારો થયો છે અને હવા શુદ્ધ બની છે. ફક્ત અમદાવાદ શહેરમાં જ નહીં પરંતુ દેશભરમાં હવા શુદ્ધ બની છે. સાથે જ પ્રકૃતિ ખીલી ઉઠી છે. શહેરની હવા શુદ્ધ બનતા અમદાવાદનો વિવાદિત પહાડ દૂરદૂરથી દેખાઈ રહ્યો છે. અટલ
 
અમદાવાદ: લૉકડાઉનથી હવા શુદ્ધ બનતા બ્રિજ પરથી વિવાદિત ‘પહાડ’ દેખાયો

અટલ સમાચાર, ડેસ્ક

લૉકડાઉનને કારણે ઝેર ઓકતી ફેક્ટરીઓ અને પ્રદૂષણ ફેલાવતા વાહનો બંધ છે. તેનાથી એર ક્વોલિટી ઈન્ડેક્સમાં
સુધારો થયો છે અને હવા શુદ્ધ બની છે. ફક્ત અમદાવાદ શહેરમાં જ નહીં પરંતુ દેશભરમાં હવા શુદ્ધ બની છે. સાથે જ પ્રકૃતિ ખીલી ઉઠી છે. શહેરની હવા શુદ્ધ બનતા અમદાવાદનો વિવાદિત પહાડ દૂરદૂરથી દેખાઈ રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ કોઈ કુદરતી પહાડ નહીં પરંતુ પીરાણાનો કચરાનો ઢગલો છે. સામાન્ય દિવસોમાં પીરાણા વિસ્તારની હવા પ્રદૂષિત હોય છે. પરંતુ હવા શુદ્ધ બનતા અમદાવાદના એલિસબ્રિજ પરથી પણ આ કચરાના ઢગલાને જોઈ શકતો હતો.ફક્ત હવા શુદ્ધ નથી બની પરંતુ તેની સાથે સાથે જળ પણ શુદ્ધ થયું છે. સામાન્ય દિવસોમાં પ્રદૂષણના કારણે હવા પ્રદૂષિત થાય છે, સાથે સાથે કેમિકલયુક્ત પાણી છોડીને નદીને પણ પ્રદૂષિત કરવામાં આવે છે. છેલ્લા એક મહિનાથી ફેક્ટરીઓ પણ બંધ છે. જેના કારણે સાબરમતી નદીનું પાણી પણ શુદ્ધ થયું છે.

અમદાવાદ શહેરમાંથી વહેતી સાબરમતી નદીમાં લૉકડાઉન પહેલા ખૂબ જ કચરો અને લીલ જોવા મળતી હતી. લોકો સાબરમતી નદીમાં પૂજાની સામગ્રી પણ પધરાવતા હતા, જેનાથી નદીમાં ગંદકી થતી હતી. નદીને શુદ્ધ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પાણીમાંથી કચરો કાઢવા માટે ખાસ મશીન મૂકવામાં આવ્યું હતું પરંતુ લૉકડાઉનને પગલે નદી એમ જ શુદ્ધ બની ગઈ છે.