અમદાવાદ: 6 બાળકોનો પિતા ઘરમાંથી પૈસા લઇ બીજી સ્ત્રી સાથે ભાગી ગયો

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિની હેવાનિયત જણાઈ રહી છે. એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ અન્ય સ્ત્રી સાથે ઘરના સામાન અને રોકડા રૂપિયા લઈને નાસી જવાની ફરિયાદ નોંધાવી છે. મહિલાને લગ્ન બાદ તેનો પતિ માર મારીને ત્રાસ આપતો હતો. લગ્ન બાદ મહિલાએ જ્યારે બે દીકરીને જન્મ
 
અમદાવાદ: 6 બાળકોનો પિતા ઘરમાંથી પૈસા લઇ બીજી સ્ત્રી સાથે ભાગી ગયો

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિની હેવાનિયત જણાઈ રહી છે. એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ અન્ય સ્ત્રી સાથે ઘરના સામાન અને રોકડા રૂપિયા લઈને નાસી જવાની ફરિયાદ નોંધાવી છે. મહિલાને લગ્ન બાદ તેનો પતિ માર મારીને ત્રાસ આપતો હતો. લગ્ન બાદ મહિલાએ જ્યારે બે દીકરીને જન્મ આપ્યો ત્યારે તેના પતિએ મારે પુત્ર જ જોઈએ છે તેવી જીદ પકડી હતી. આ વાતને લઈને મહિલાને માર પણ માર્યો હતો. સમગ્ર બાબતથી કંટાળીને છ સંતાનોની માતાએ પોલીસને ફરિયાદ આપતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સોલા બ્રિજ પાસે રહેતી 45 વર્ષીય મહિલા તેના બાળકો સાથે રહે છે. આજથી ત્રીસ વર્ષ પહેલાં તેના લગ્ન થયા હતા. તેને સંતાનમાં છ બાળકો છે. જેમાં પહેલી બે પુત્રીનાં લગ્ન થઈ ગયા છે. અન્ય ચાર બાળકો હાલ તેમની સાથે રહે છે. મહિલાનો પતિ ચંપલ પર ડિઝાઇન કરવાનું કામ કરે છે. લગ્ન બાદ મહિલાએ જ્યારે બે દીકરીને જન્મ આપ્યો ત્યારે તેનો પતિ તેને માર મારી પરેશાન કરતો હતો અને તેને દીકરો જોઈએ છે, દીકરી જોઈતી નથી તેમ કહી માર મારતો હતો. આ વાતને લઈને મહિલાના પતિએ માર મારતા મહિલાનો દાંત તૂટી ગયો હતો.

ગત મે મહિનામાં તેનો પતિ તેના ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયો હતો. જે બાબતે સોલા પોલીસને આ મહિલાએ જાણ કરી હતી. બાદમાં તેને જાણવા મળ્યું કે તેનો પતિ ઘરમાંથી સામાન અને રોકડા રૂપિયા લઇ કોઈ બીજી સ્ત્રી સાથે રહેવા માટે જતો રહ્યો છે. જોકે, તે ક્યાં ગયો છે અને કોની સાથે ગયો છે તે બાબતે લઈને તેને કોઇ જાણકારી નથી. આ મામલે મહિલાએ વધુ એક ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં આપતા હવે પોલીસે આ મામલે પતિની શોધખોળ હાથ ધરી છે.