અમદાવાદઃ હાટકેશ્વર વિસ્તારમાં મિત્રએ 25 હજારના બદલે મોત આપ્યું

અટલ સમાચાર, અમદાવાદ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં દિવસે દિવસે ક્રિમિનલ ગ્રાફ વધી રહ્યો છે. સામાન્ય બાબતોમાં અને રૂપિયાની લેનદેણ જેવી વાતે, છરી અને તલવાર વડે હુમલાઓ વધી રહી છે. હાટકેશ્વર વિસ્તારમાં ગઇકાલે મોડી રાત્રે 1 યુવકની તેના મિત્રએ ઘાતક હત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં ખડભડાટ મચી ગઇ છે. રૂપિયાની લેણદેણ મામલે યુવકને છરીના ધા ઝીંકીને મિત્રએ
 
અમદાવાદઃ હાટકેશ્વર વિસ્તારમાં મિત્રએ 25 હજારના બદલે મોત આપ્યું

અટલ સમાચાર, અમદાવાદ

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં દિવસે દિવસે ક્રિમિનલ ગ્રાફ વધી રહ્યો છે. સામાન્ય બાબતોમાં અને રૂપિયાની લેનદેણ જેવી વાતે, છરી અને તલવાર વડે હુમલાઓ વધી રહી છે. હાટકેશ્વર વિસ્તારમાં ગઇકાલે મોડી રાત્રે 1 યુવકની તેના મિત્રએ ઘાતક હત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં ખડભડાટ મચી ગઇ છે. રૂપિયાની લેણદેણ મામલે યુવકને છરીના ધા ઝીંકીને મિત્રએ મોતને ઘાટ ઉતારી દીધો. મરનાર યુવક મિત્ર પાસેથી 25,000 રૂપિયા માગતો હતો, આપી શકતા ન હોવાથી આ ઘટના ઘટી બની હતી.

અમદાવાદ હાટકેશ્વર વિસ્તારમાં આવેલ ભગવતીનગર સોસાયટીમાં રહેતા મનોજભાઇ રાજુભાઇ ધવાણે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં હર્ષદસિંહ દિનેશસિંહ ચાવડા (રહે. પાર્થ એપાર્ટમેન્ટ, હાટકેશ્વર) વિરુદ્ધમાં હત્યાની ફરિયાદ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે મનોજનો નાનોભાઇ કેવલ ઉર્ફે જાડિયો હર્ષદસિંહ પાસેથી છેલ્લા ઘણા સમયથી રૂપિયા માગતો હતો.

અમદાવાદઃ હાટકેશ્વર વિસ્તારમાં મિત્રએ 25 હજારના બદલે મોત આપ્યું

કેવલે હર્ષદસિંહને કોઇ જરૂરી કામ હોવાથી કેવલે તેને 25 હજાર રૂપિયા આપ્યા હતા. કેવલને રૂપિયાની જરૂર હોવાથી તેને હર્ષદસિંહ પાસે રૂપિયાની માગણી કરી હતી. હર્ષદસિંહે રૂપિયા આપવા માટે વારંવાર વાયદા આપતો હતો. વારંવાર કેવલ હર્ષદસિંહ પાસેથી રૂપિયા માગતો હતો. હર્ષદે રૂપિયા નહી આપતાં કેવલે તેના માતા પિતા અને ભાઇને પણ આ બાબતે જાણ કરી હતી. ગઇ કાલે હર્ષદે કેવલને ઘરે બોલાવ્યો હતો. જ્યાં તેને રામનગર જાહેર રોડ પર ઉપરાઉપરી છરીના ઘા ઝીંકીને કેવલને મોતને ઘાટ ઉતાર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ અમરાઇવાડી પોલીસને થતા તે તદન દોડી આવી હતી. કેવલની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. હર્ષદ વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો.

કેવલના પિતા રાજુભાઇના અહેવાલ મુજબ, હર્ષદ દારૂનો ધંધો કરે છે અને કેવલ તેના માટે દારૂની હેરાફેરી કરતો હતો. હર્ષદની દારૂની પેટી પોલીસે જપ્ત કરી હોવાથી કેવેલે તેને રૂપિયા આપ્યા હતા. ગઇ કાલે મોડી રાત્રે હર્ષદે કેવલને ચિક્કાર દારૂ પીવડાવ્યો હતો. ત્યારબાદ તેના પર છરી વડે હુમલો કરીને તેની હત્યા કરી હતી. હર્ષદ સિવાય અન્ય 4 યુવકો પણ કેવલની હત્યામાં સંડોવાયેલા છે.