અમદાવાદ: સ્ત્રીનો વેશ ધારણ કરી હાઇવે પર લૂંટ કરતી ગેંગ ઝડપાઈ

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદનામાં રાત્રી ના સમય વાહન ચાલકોને રોકી તેમની સાથે લૂંટ,ધાડ જેવી ઘટનાઓ વધી ગઈ હતી જેને લઈ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેના આધારે LCBના પોલીસ કર્મચારીઓને આરોપીઓ સુધી પહોંચી તેમને પકડવા સૂચના આપવા માં આવી હતી. જેમાં પોલીસે સ્ત્રીનો વેશ ધારણ કરી હાઇવે પર લૂંટ મચાવતી ડફેર ગેંગ ઝડપી
 
અમદાવાદ: સ્ત્રીનો વેશ ધારણ કરી હાઇવે પર લૂંટ કરતી ગેંગ ઝડપાઈ

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદનામાં રાત્રી ના સમય વાહન ચાલકોને રોકી તેમની સાથે લૂંટ,ધાડ જેવી ઘટનાઓ વધી ગઈ હતી જેને લઈ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેના આધારે LCBના પોલીસ કર્મચારીઓને આરોપીઓ સુધી પહોંચી તેમને પકડવા સૂચના આપવા માં આવી હતી. જેમાં પોલીસે સ્ત્રીનો વેશ ધારણ કરી હાઇવે પર લૂંટ મચાવતી ડફેર ગેંગ ઝડપી પાડી છે. આ ગેંગે ચોંકાવનારી કબૂલાતો કરી છે અને તેમની પાસેથી ઘાતક હથિયારો પણ મળી આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

lcbના કોન્સ્ટેબલ પ્રદીપસિંહ રાઠોડ અને ઘનશાયમસિંહે માહિતીના આધારે આ ગેંગના મુખ્ય આરોપીઓ સહિત 4 લોકોની ધરપકડ કરી લીધી છે. આરોપીઓ પાસેથી હથિયાર પણ કબ્જે કરવામાં આવ્યા છે. આરોપીઓ ડફેર ગેંગ ના છે અને આ ગેંગ રાત્રીના સમયે હાઈવે પર ઉભા રહી સ્ત્રીનો વેશ ધારણ કરી રાખતા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, જ્યારે હાઇવે પરથી મોટા વાહનો પસાર થાય ત્યારે વાહન ચાલકોને લલચાવી તેમની પાસે થી લૂંટ, ધાડ જેવી ઘટનાઓને અંજામ આપતા હતા અને હત્યા પણ કરી દેતા હતા. આમદ સિંધી, અલ્લારખા સિંધી, ભૂરા સિંધી અને ગની સિંધી આમ કુલ 4 લોકો ને પકડી પાડી અનેક ગુનાઓના ભેદ ખુલ્યા છે.