અમદાવાદ: અમિત જેઠવા કેસમાં દિનુ સોલંકી સહિત 7 ને આજીવન કેદ

અટલ સમાચાર, અમદાવાદ આરટીઆઈ એક્ટિવીસ્ટ અમિત જેઠવાની હત્યાના મામલે દોષિત ઠરેલા 7 ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકી સહીત 7 દોષિતોને આજે સીબીઆઈ કોર્ટ સજાનું એલાન કર્યુ હતું. ગત 6 જુલાઇએ જેઠવા હત્યા કેસમાં ચુકાદો આપતા ન્યાયાલયે તમામ 7 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને મુખ્ય આરોપી પૂર્વ સાંસદ દીનુ બોઘા સહિત તમામ આરોપીઓને આજીવન કેદની સજા સાથે
 
અમદાવાદ: અમિત જેઠવા કેસમાં દિનુ સોલંકી સહિત 7 ને આજીવન કેદ

અટલ સમાચાર, અમદાવાદ

આરટીઆઈ એક્ટિવીસ્ટ અમિત જેઠવાની હત્યાના મામલે દોષિત ઠરેલા 7 ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકી સહીત 7 દોષિતોને આજે સીબીઆઈ કોર્ટ સજાનું એલાન કર્યુ હતું. ગત 6 જુલાઇએ જેઠવા હત્યા કેસમાં ચુકાદો આપતા ન્યાયાલયે તમામ 7 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને મુખ્ય આરોપી પૂર્વ સાંસદ દીનુ બોઘા સહિત તમામ આરોપીઓને આજીવન કેદની સજા સાથે રૂપિયા 60.50 લાખનો દંડ ફટકાર્યો છે.

અમદાવાદ: અમિત જેઠવા કેસમાં દિનુ સોલંકી સહિત 7 ને આજીવન કેદ

કોર્ટે 6 જૂલાઇએ સંભળાવેલા ચુકાદામાં શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણ અને સાંસદ દિનુ બોઘા સોલંકીને દોષિત જાહેર કર્યા છે. અમિત જેઠવા કેસની સુનાવણીમાં પહેલા 155 અને બીજી વખત 27 સાક્ષી ફરી ગયા હતાં. સીબીઆઇ કેસની તપાસ હાથ ધરી પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિત 7 સામે ચાર્જશીટ કરવામાં આવી હતી.

સમગ્ર ઘટના શું હતી ?

જૂનાગઢના આરટીઆઇ એક્ટિવિસ્ટ 35 વર્ષીય અમિત જેઠવાની 20 જુલાઇ 2010ના રોજ હાઇકોર્ટ સામે આવેલા સત્યમેવ કોમ્પ્લેક્સ પાસે ગોળી મારી હત્યા કરાઈ હતી. કેસની સુનાવણી દરમિયાન 192 સાક્ષીમાંથી 155 સાક્ષી ફરી ગયા હતાં. મોટી સંખ્યામાં સાક્ષીઓ ફરી જતાં ભીખાભાઇ જેઠવાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાને રાખી હાઇકોર્ટે મહત્વના 27 સાક્ષીને રિકોલ કર્યા હતાં. રિકોલ કરાયેલા દિનુબોઘાના ફાર્મ હાઉસના નોકર રામા આઝા સહિત 27 સાક્ષીઓની સીબીઆઇ કોર્ટમાં ફરીથી જુબાની લેવાઇ હતી. જેમાં પણ આ સાક્ષીઓ પોતાની જુબાનીમાં ફરી ગયા હતાં.

આરોપી દિનુ સોલંકીની ધરપકડ કયારે કરાઇ ?

આ મામલામાં ભાજપનાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીની નવેમ્બર 2013માં ધરપકડ થઇ હતી. બાદમાં વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી પહેલાં જામીન પર છુટકારો થયો હતો. અમિત જેઠવાના પિતા ભીખા ભાઈ બાટાવાળા વતી આ કેસમાં અમદાવાદના એડવોકેટ આનંદ યાજ્ઞિક કેસ લડી રહ્યાં હતા. તેમણે કેસનો ચુકાદો આવ્યા બાદ પ્રતિક્રિયા આપી હતી આ કેસમાં સીબીઆઈ અને ગુજરાત પોલીસની ઢીલી નીતિ હોવા છતાં ન્યાય થયો છે.