આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદના વેપારી એ 8 બાય 8નું વિશાળ સેનિટાઈઝર મશીન બનાવ્યું છે. જેમાં રહેલી પાંચ પ્રોસેસ થકી માથાના વાળથી લઈ તમામ શરીર, કપડાં અને પગના બૂટ સુધી તમામ સેનિટાઈઝ થાય છે. વેપારી વલ્લભ પટેલનું કહેવું છે કે ચાઇના બાદ ભારતમાં આવા સેનિટાઈઝર બુથનું પ્રથમવાર તેમના દ્વારા નિર્માણ થયું છે. જે સરકારને પણ આપવાના છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના વટવા જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એકમમાં 8 બાય 8ની સાઈઝનું વિશાળ મશીન અમદાવાદના વેપારી વલ્લભ પટેલ દ્વારા બનાવવામાં આવ્યું છે તેમનો દાવો છે કે ચાઈનાએ આ પ્રોડક્ટ બનાવી છે અને જેની કિંમત ૧૮ લાખ રૂપિયા રાખી છે અને તેમણે તે પ્રોડક્ટ માત્ર છ લાખમાં તેમની પડતર કિંમત પર લોકોને આપશે.

ચાઇનાની જે મશીન છે તેના કરતાં પણ વધારાની ક્વોલિટી અને ખાસિયત આમાં મૂકવામાં આવી છે. તેમનું કહેવું છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે cm હતા ત્યારે તેઓ તેમને હંમેશા કંઈક નવું કરવાનું પ્રોત્સાહન મને આપતા અને આજે પણ દેશ માટે જ્યારે આવા અદ્યતન સેને ટાઈઝર મશીનની જરૂર છે ત્યારે તેમણે આ મશીન બનાવ્યું છે. આ મશીનની અંદર પાંચ પ્રોસેસ થાય છે જેમાં શરૂઆતમાં શરીરનું ટેમ્પરેચર મશીન માપે છે અને તે યોગ્ય હોય તો જ આ બુથમાં વ્યક્તિને પ્રવેશ મળે છે અને ત્યારબાદ પ્રથમ વ્યક્તિના બુટ સાફ થાય છે. ત્યારબાદ તેના કપડા સેનિટાઇઝ થાય છે અને પછી મશીનમાંથી સ્ટીમ મળે છે જેના દ્વારા શરીર પણ સેનિટાઇઝ થાય છે અને અંતિમ પ્રોસેસમાં સેનેટ રાઈઝર લિક્વીડ પણ હાથમાં આવે છે જેના દ્વારા હાથ પણ સાફ કરવામાં આવે છે.

આ કુલ પાંચ પ્રોસેસ થકી વ્યક્તિ ફુલ્લી સેનિટાઇઝ થઈ જાય છે અને વાયરસથી મુક્ત થાય છે. વલ્લભભાઈએ આવા મશીન 8 બાય 8, 7 બાય 8 અને નાની સાઇઝમાં પણ બનાવ્યા છે. તેમનું કહેવું છે કે, હાલ આ મશીનની ડિમાન્ડ દેશ બહારથી પણ આવી રહી છે. પરંતુ પહેલા હું દેશમાં તેની ડિમાન્ડ પૂરી કરીશ અને ત્યારબાદ વિદેશમાં સપ્લાય કરીશ કારણ કે હાલની વિકટ પરિસ્થિતિમાં દેશને આવા મશીનોની તાતી જરૂર છે અને તે હું દેશને પહેલા આપીશ.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code