અમદાવાદઃ ખાનગી હોસ્પિટલને ન ખોલતાં, લાઇસન્સ રદ્દ કરવાની ચેતવણી

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું છે કે આગામી 48 કલાકોમાં તમામ ખાનગી હોસ્પિટલો, નર્સિંગ હોમ અને ક્લિનિક ફરીથી ખોલવામાં આવે અને આદેશનું પાલન નહી થતાં તેમના લાઇસન્સ રદ્દ કરવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ગત 25 માર્ચના રોજ લોકડાઉન લાગૂ થયા બાદ જ શહેરના મોટાભાગના ખાનગી હોસ્પિટલો અને ક્લિનિક બંધ છે. એએમસીએ
 
અમદાવાદઃ ખાનગી હોસ્પિટલને ન ખોલતાં, લાઇસન્સ રદ્દ કરવાની ચેતવણી

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું છે કે આગામી 48 કલાકોમાં તમામ ખાનગી હોસ્પિટલો, નર્સિંગ હોમ અને ક્લિનિક ફરીથી ખોલવામાં આવે અને આદેશનું પાલન નહી થતાં તેમના લાઇસન્સ રદ્દ કરવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ગત 25 માર્ચના રોજ લોકડાઉન લાગૂ થયા બાદ જ શહેરના મોટાભાગના ખાનગી હોસ્પિટલો અને ક્લિનિક બંધ છે.

એએમસીએ મહામારી રોગ અધિનિયમ હેઠળ 1,000 બેડની ક્ષમતાવાળી નવ હોસ્પિટલોને કોવિડ-19 હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લીધો છે.  ખાનગી ક્લિનિક, નર્સિંગ હોમ, હોસ્પિટલોને 48 કલાકની અંદર ખોલવા માટે નોટીસ જાહેર કરવામાં આવશે અને તેનું પાલન નહી કરતાં તેમનું લાઇસન્સ રદ્દ કરી દેવામાં આવશે. ”રાજીવ ગુપ્તાએ એક નિવેદનમાં કહ્યું કે ક્લિનિક નહી ખોલનાર ડોક્ટરોને કોવિડ સારવાર કેન્દ્ર અથવા હોમ કોરોન્ટાઇનમાં રહેતા રોગીઓની દેખભાળ માટે કહેવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

-શહેરના તમામ 48 વોર્ડ માટે કન્ટેઈન્મેન્ટ સ્ટ્રેટેજી નક્કી કરાશે, જેમાં વોર્ડની વર્તમાન સ્થિતિ, ટેસ્ટીગ સ્ટ્રેટેજી, અને લોકડાઉનના અમલનો સમાવેશ કરાશે
– શહેરની 9 ખાનગી હોસ્પિટલોમાં કુલ 1000 બેડની એપેડેમિક એક્ટ હેઠળ કોવિડ 19 હોસ્પિટલ બનાવાશે જેની જવાબદારી જે તે ડેપ્યુટી કમિશનરો સોંપાઈ છે.
– દરેક ઝોનમાં 3 સ્ટાર કેટેગરી અને તેનાથી નીચેની હોટલોમાં અને ખાનગી હોસ્ટેલ્સમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે.
– તમામ ખાનગી ક્લિનિક, નર્સિંગ હોમ, હોસ્પિટલોને 48 કલાકમાં શરૂ કરવા નોટિસ અપાશે. જો તેઓ આમ નહી કરે તો તેમના લાયસન્સ રદ્દ કરાશે. જે ડોક્ટરો તેમના ક્લિનિક ખોલતા ન હોય તેમને કોવિડ કેર સેન્ટર અથવા તો ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓની સેવામાં તૈનાત કરાશે.
– શાકભાજી, ફળફળાદિ, કરિયાણું, પ્રોવિઝન સ્ટોર, સુપર માર્કેટ આગામી 7 દિવસ સુધી બંધ રહેશે. ફક્ત દવા અને દૂધની દુકાનો ખુલ્લી રહી શકશે.