અમદાવાદ: જામીન પર છુટેલા એકતરફી પ્રેમીની યુવતિને એસિડ એટેકની ધમકી

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં જામીન પર છુટેલા એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતિને જાહેરમાં રોકીને માથાકૂટ કરી હતી. જે બાદ યુવતિના ભાઇ સ્થળ પર પહોંચતા આરોપીએ તેના મિત્રો સાથે મળી મારઝૂડ કરી હતી. જેને લઇ પોલીસ ફરિયાદ દાખલ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ આરોપી રવિ વાઘેલાએ યુવતીને હૈદરાબાદવાળી કરવાની એટલે
 
અમદાવાદ: જામીન પર છુટેલા એકતરફી પ્રેમીની યુવતિને એસિડ એટેકની ધમકી

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં જામીન પર છુટેલા એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતિને જાહેરમાં રોકીને માથાકૂટ કરી હતી. જે બાદ યુવતિના ભાઇ સ્થળ પર પહોંચતા આરોપીએ તેના મિત્રો સાથે મળી મારઝૂડ કરી હતી. જેને લઇ પોલીસ ફરિયાદ દાખલ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ આરોપી રવિ વાઘેલાએ યુવતીને હૈદરાબાદવાળી કરવાની એટલે કે એસિડ નાંખવાવાની ધમકી આપતાં તે કેસમાં હાલ રવિ જામીર પર મુક્ત છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સોલા પોલીસ સ્ટેશનમાં એક યુવકે પોલીસ ફરિયાદ આપી છે કે, ગોતામાં રહેતો રવિ વાઘેલા નામનો યુવાન અવાર નવાર તેની બહેનનો પીછો કરીને તેને હેરાન પરેશાન કરે છે. યુવતીને અલગ અલગ નંબર પરથી ફોન કરીને મળવા આવ નહિ તો ઉઠાવી જઈશ અને હૈદરાબાદમાં થયું છે તેમ કરીશ, તારા ચહેરા પર એસિડ નાંખીશ એવી ધમકી આપતો હતો. જ્યારે યુવતી ક્લાસિસમાં જતી હતી તે સમયે તેને એક બોટલ બતાવી કહ્યું હતું કે, આ બોટલ તને સુંઘાડી દઈશ. આમ આવી ધમકી મળતા યુવતીની માતાએ આરોપી રવી સામે ગત જાન્યુઆરી મહિનામાં ફરિયાદ દાખલ કરાવી હતી. જે કેસમાં હાલ આરોપી જામીન પર મુક્ત છે.

ફરીયાદમાં લખાવ્યા મુજબ 12મી સપ્ટેમ્બરના દિવસે યુવતી નોકરીએ જતી હતી તે દરમિયાન તે ગોતા પાણીની ટાંકી પાસે ઊભી હતી. ત્યારે રવી ત્યાં એક્ટિવા લઈને આવ્યો હતો અને મારે શાંતિથી વાત કરવી છે, સાઈડમાં આવ તેમ કહીને યુવતીને કહ્યું હતું કે, મારા પર જે કેસ કર્યો છે તે પાછો લઇ લે. જોકે, યુવતી એ કેસ પાછો નહિ ખેંચાય તેવું કહેતા આરોપી એ કહેલ કે તારે મને પાછો પુરાવવો હોય તો પુરાવી દે. યુવતીએ આ સમગ્ર બાબતનો વીડિયો બનાવવાનું શરૂ કરતાં જ આરોપી તેનો ફોન ખેંચી લીધો હતો.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, યુવતીએ તેના ભાઈને જાણ કરતા તે ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. જ્યાં આરોપી એ તેને ગડદાપાટુનો માર મારીને ભાગી ગયો હતો. જેથી ફરિયાદી તેનો પીછો કરતા ગોતા હાઉસિંગ બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યા હતો. ત્યાં હાજર આરોપીના મિત્ર સની અને આરોપીએ સાથે મળી ફરિયાદીને માર મારી ધમકી આપી હતી કે, જો હવે પાછળ પાછળ આવીશ તો જાનથી મારી નાંખીશ. ફરિયાદીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસ ને કરતા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.