અમદાવાદ: યુવક રમ્યો ઓનલાઈન રમી ગેમ, 4.39 લાખનું ફુલેકું ફેરવ્યું

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદના પાલડીના ફતેહપુરામાં આવેલી પંકજ સોસાયટીમાં રહેતા હર્ષદ ભાઈ શાહ સહેર રિટેલ પ્રાઇવેટ લિમિટેડમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. આ કંપની હેંડીક્રાફ્ટ વસ્તુઓનું વેચાણ કરે છે. આ શોરૂમ બોડકદેવમાં આવેલો છે અને તેના ડિરેકટર મિતુલ ગાંધી અને શીતલબહેન શાહ છે. આ સિવાય કંપનીમાં 12 જેટલા કર્મચારીઓ નોકરી કરે છે. આ જ શોરૂમમાં
 
અમદાવાદ: યુવક રમ્યો ઓનલાઈન રમી ગેમ, 4.39 લાખનું ફુલેકું ફેરવ્યું

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના પાલડીના ફતેહપુરામાં આવેલી પંકજ સોસાયટીમાં રહેતા હર્ષદ ભાઈ શાહ સહેર રિટેલ પ્રાઇવેટ લિમિટેડમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. આ કંપની હેંડીક્રાફ્ટ વસ્તુઓનું વેચાણ કરે છે. આ શોરૂમ બોડકદેવમાં આવેલો છે અને તેના ડિરેકટર મિતુલ ગાંધી અને શીતલબહેન શાહ છે. આ સિવાય કંપનીમાં 12 જેટલા કર્મચારીઓ નોકરી કરે છે. આ જ શોરૂમમાં સેલ્સમેન કમ કેશિયર તરીકે નવા વાડજમાં રહેતા ઉપેન્દ્ર મકવાણા પણ નોકરી કરે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ દરમિયાન વેચાણ વસ્તુઓની જે રકમ આવે તે ઉપેન્દ્ર ભાઈ રાખતા હતા અને વધુ રકમ ભેગી થાય તો તેઓ બેંકમાં જમા કરાવી આવતા હતા. કોરોનાની મહામારી આવતા જ માર્ચ મહિનાથી શોરૂમ બંધ હતો. ફેબ્રુઆરી તથા માર્ચ મહિનાની આવેલી રકમ ઉપેન્દ્રભાઈ પાસે હતી. ડિરેક્ટરના પતિએ મળવા બોલાવી રકમ પણ માંગી હતી. જોકે ઉપેન્દ્ર આવ્યો ન હતો.

આ બે માસની સાતેક લાખની રકમ આવી હતી. જેમાંથી 4.39 લાખ જેટલી રકમ ઉપેન્દ્રએ તેની પાસે રાખી હતી. તે મળવા ન આવતા અને પૈસા પરત ન આપતા તેની સાથે ફોન પર ડિરેક્ટરોને સંપર્ક થતા ઉપેન્દ્રએ જણાવ્યું કે તે ઓનલાઈન રમી રમવામાં હારી જતા તેની પાસે પૈસા નથી. ઉપેન્દ્રએ કંપની સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરતા એકાઉન્ટ વિભાગમાં કામ કરતા હર્ષદ શાહએ ઉપેન્દ્ર મકવાણા સામે ફરિયાદ નોંધાવતા વસ્ત્રાપુર પોલીસે આઇપીસી 408, 420 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.