આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,અમદાવાદ

એરપોર્ટ્સના ખાનગીકરણની ચાલી રહેલી પ્રક્રિયા વચ્ચે અમદાવાદના ગૌતમ અદાણી જૂથને દેશના પાંચ એરપોર્ટ ( અમદાવાદ ઉપરાંત લખનઉ, જયપુર, મેંગલોર અને ત્રિવેન્દ્રમના) અપગ્રેડેશન અને સંચાલનનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. અદાણી જૂથને આ કોન્ટ્રાક્ટ આગામી 50 વર્ષ માટે મળ્યો છે. AAI (એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) તરફથી છ એરપોર્ટ્સના નવીનીકરણ અને સંચાલનની બીડ્સ પૈકી પાંચ એરપોર્ટ્સની બીડ અદાણી જૂથના ફાળે ગઈ છે.

અદાણી ગ્રુપે આ બીડ્સ જીતી લેતા હવે અદાણી જૂથ એવિએશન સેક્ટરમાં પ્રવેશ કરશે. બીડ્સ પ્રમાણે આગામી 50 વર્ષ સુધી અદાણી આ એરપોર્ટ્સનું સંચાલન કરી શકશે. સંચાલનની સાથે સાથે અદાણી જૂથ આ એરપોર્ટ્સનું નવીનીકરણ (અપગ્રેડેશન) પણ કરશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code